Not Set/ સમોસાએ પહોચાડ્યાં હોસ્પિટલ, એ પણ પૂરા 150 લોકોને : મુઝફ્ફરનગર

લોકોએ સમોસા ખાધા પછી ઘરે પરત આવતાની સાથે જ તેમની હાલત કથળી હતી. વૃદ્ધો, મહિલાઓ અને બાળકો જેઓ મજલિસ ગયા તેમની બગડતી હાલત જોઈને તેઓ બધાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશરે 150 લોકો એક સાથે હોસ્પીટલમાં એક સાથે ખસેડવામાં આવતાં  ત્યાં પણ  અરાજકતા જોવા મળી હતી. મુઝફ્ફરનગરના કિદવાઈ નગર વિસ્તારમાં આ ઘટના બની […]

Top Stories India
સ1 સમોસાએ પહોચાડ્યાં હોસ્પિટલ, એ પણ પૂરા 150 લોકોને : મુઝફ્ફરનગર

લોકોએ સમોસા ખાધા પછી ઘરે પરત આવતાની સાથે જ તેમની હાલત કથળી હતી. વૃદ્ધો, મહિલાઓ અને બાળકો જેઓ મજલિસ ગયા તેમની બગડતી હાલત જોઈને તેઓ બધાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશરે 150 લોકો એક સાથે હોસ્પીટલમાં એક સાથે ખસેડવામાં આવતાં  ત્યાં પણ  અરાજકતા જોવા મળી હતી.

સમોસા સમોસાએ પહોચાડ્યાં હોસ્પિટલ, એ પણ પૂરા 150 લોકોને : મુઝફ્ફરનગર

મુઝફ્ફરનગરના કિદવાઈ નગર વિસ્તારમાં આ ઘટના બની હતી. મોહર્રમની મજલિસ તરફથી ભોજન કર્યા બાદ લોકોની તબિયત લથડતી હતી. મળતી માહિતી મુજબ મોડીરાત્રે મજલિસના અંત પછી સમોસાને તાવરૃખ (પ્રસાદ) તરીકે વહેંચવામાં આવ્યા હતા, જે ખાધા બાદ લોકોની હાલત બગડતી ગઈ હતી. આશરે 150 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

લોકો સમોસા ખાધા પછી ઘરે પરત આવતાની સાથે જ તેમની હાલત કથળી હતી. વૃદ્ધો, મહિલાઓ અને બાળકો જેઓ મજલિસ ગયા તેમની બગડતી હાલત જોઈને તેઓ બધાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશરે 150 લોકો એક સાથે હોસ્પીટલમાં પહોંચ્યા બાદ પણ હોસ્પિટલમાં અરાજકતા જોવા મળી હતી.

દર્દીઓની વધતી સંખ્યાને જોઈને સી.એમ.એસ. પોતે આવીને ઇમર્જન્સીનો કમાન્ડ લીધો અને દર્દીઓની સારવાર માટે ડોકટરોની આખી ટીમ નિમાઇ હતી. કેટલાક ઓછા બીમાર લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાકીના લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં, 150 માંથી લગભગ 50 લોકો હજી પણ હોસ્પિટલમાં દાખલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.