action/ ગ્રાહકો સામે કરોડોની છેતરપિંડી કરનાર રૂફ્ટોપ કંપની સામે કડક કાર્યવાહી કરાશે : મુખ્યમંત્રી રૂપાણી

ગ્રાહકો સામે છેતરપિંડી કરનાર કંપની અંગે રાજ્ય સરકાર કેવા પગલાં લેશે તેવો પ્રશ્ન આયોજિત પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રને પ્રશ્ન કરતા વિજયભાઈ રૂપાણીએ ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓને

Top Stories Gujarat
a

ગ્રાહકો સામે છેતરપિંડી કરનાર કંપની અંગે રાજ્ય સરકાર કેવા પગલાં લેશે તેવો પ્રશ્ન આયોજિત પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રને પ્રશ્ન કરતા વિજયભાઈ રૂપાણીએ ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓને આયોજિત પત્રકાર પરિષદ અંતર્ગત કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું .સોલાર રૂફ ટોપ યોજના અંતર્ગત કામ કરતી કંપનીએ ગ્રાહકો પાસેથી રૂપિયા ઉઘરાવીને રૂફટોપ નહિ લગાડવા સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપ્યા છે.

Covid-19 / જાણી લો કોરોનાનો નવો સ્ટ્રેન દેશમાં ક્યાં પહોંચ્યો ? અને શું…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા મકાન કે અન્ય જગ્યાની છત ઉપર સોલાર રૂફ ટોપ લગાડીને વીજળી ઉત્પન્ન કરવાની યોજનામાં કામ કરતી એક કંપનીએ વેરાવળ સહિત આસપાસના વિસ્તારોમાં આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા 900થી વધુ ગ્રાહકો પાસેથી 1.5 કરોડ રૂપિયાનું ઉઘરાણું કરીને લાભાર્થીઓના છત ઉપર રૂફટોપ લગાડવામાં આવ્યું નથી એટલું જ નહીં આ કંપનીના અસ્તિત્વ માટે પણ કેટલાંક પ્રશ્નો ઉભા થયા છે.

Covid-19 / યુપીમાં પણ મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેન, મેરઠનાં બે વર્ષના બાળ…

એ બાબત નોંધનીય છે કે માત્ર ગુજરાત જ નહીં સૌરાષ્ટ્રનાં વેરાવળ સહિત ગીર સોમનાથ સહિતના કેટલાક વિસ્તારોમાં રૂફટોપ યોજના માટે કામ કરતી કંપનીએ વેરાવળના 960 જેટલા ગ્રાહકો પાસેથી ઘરની છત ઉપર સોલાર રૂફટોપ લગાડવા માટે ડીપોઝીટ પેટે અલગ-અલગ ઉઘરાણું કર્યું હતું જેમાં કંપનીએ 1.5 કરોડો રૂપિયા ડીપોઝીટ એટલે ઉઘરાવી લીધાના 1 વર્ષ વીતીગયો હોવા છતાંય ગ્રાહકોને રૂફટોપ કે ડિપોઝિટની રકમ આ બન્નેમાંથી કંઈ જ મળી શકી નહીં હોવાની રાવ ઉભી થઇ હતી. એટલું જ નહીં ગ્રાહકોએ આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હોવાના અહેવાલ છે.જો કે રાજ્ય સરકારનું ઉર્જા વિભાગ છેતરપિંડી કરનાર કંપની સામે કેવી કડક કાર્યવાહી કરે છે તે આગામી સમયમાં જાણી શકાશે.

Protest / વાતચીત પૂર્વે ખેડુતોનું કહેણ કાયદાઓ પરત – MSP ગેરંટી પ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…