નવસારી/ ઈકો પોઇન્ટની મજા બની મોત ની સજા, બોટ પલ્ટી ખાઈ જતા ત્રણ માસુમ સહિત પાંચના મોત

ઈકો પોઇન્ટની મજા બની મોત ની સજા, બોટ પલ્ટી ખાઈ જતા ત્રણ માસુમ સહિત પાંચના મોત

Top Stories Gujarat Others
corona ૧૧૧૧ 22 ઈકો પોઇન્ટની મજા બની મોત ની સજા, બોટ પલ્ટી ખાઈ જતા ત્રણ માસુમ સહિત પાંચના મોત

@ઋષ્યંત શર્મા, નવસારી 

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા ગામે આવેલ ઈકો પોઇન્ટ ખાતે બોટ કિનારા ઉપર પલ્ટી ખાઈ જતા ત્રણ માસુમ બાળકો સહિત પાંચ વ્યકતિના મોત નિપજતા પંથકમા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.આક્સ્મીક બનેલી ધટના પગલે સ્થાનીક વહીવટી તંત્ર દોડતુ થઈ ગયું છે. ધટનાને પગલે સોલધરા ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકના સોલધરા ટેકરી ફળીયા ખાતે આવેલ ઇકો પોઇંટ ઉપર રવિવારના સાંજના સમયે ઇકો પોઇંટની મજા માણાવા માટે સુરત,અમદાવાદ અને ચીખલી ખાતે થી સહેલાણીઓ ઉમટી પડયા હતા.દરમ્યાન ઇકો પોઇંટની તળાવમાં બોટમાં મજા માણીને કેટલાક સહેલાણીઓ કિનારે પરત આવી ને ઉતરી રહ્યા હતા,જ્યારે કેટલાક સહેલાણીઓ હોળીમા બેસી રહ્યા હતા.તે દરમ્યાન હોળી અચાનક પલ્ટી ખાઇ જતા હોળીમા બેસવા જઈ રહેલા અને ઉતરી રહેલા ૨૩ જેટલા પ્રવાસીઓ તળાવમાં ડૂબી ગયા હતા.જેમાં ત્રણ માસુમ બાળકો અને એક મહિલા તેમજ એક યુવાન પાણીમા ડુબી જવાથી તેઓના મોત નિપજતા સમગ્ર પંથકમા ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે.જયારે અન્ય પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા.

કૃષિ આંદોલન / 26 જાન્યુઆરીની ટ્રેક્ટર રેલી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવ…

પોલીસે હાલ તો આ ઈકો ટુરિઝમ ની પરવાનગી છે કે નહીં તેમજ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

મૃતકો ના નામ

(૧) ક્રિષ્મા મિલનકુમાર સોની (ઉ.વ.આ.૩૨) (રહે.ગોટા અમદાવાદ)

(૨) મેહુલ ધનશ્યામભાઇ સોની (ઉ.વ.આ.૨૮) (રહે.જોષી મહોલ્લો ચીખલી)

(૩) જેનીલ મિલનકુમાર સોની (ઉ.વ.આ-૧૦) (રહે.ગોટા અમદાવાદ)

(૪) હેન્સી મિલનકુમાર સોની (ઉ.વ.આ.૧૮ માસ) (રહે.ગોટા અમદાવાદ)

(૫) ઇન્સીનીયા મુર્તજા કિંનખાબવાલા (ઉ.વ.આ-૬) (રહે.બેગમપુરા સુરત)

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…