Minor rape/ સુરતમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પડોશમાં રહેતા આધેડ શખ્સનું કરતૂત

સુરતના વડોદ ગામમાં રહેતી એક 10 વર્ષની માસુમ બાળકી પર પડોશમાં રહેતા આધેડ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ તેની સાથે બનેલી હકીકત પરિવારને જણાવતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ આરોપીને આ અંગે જાણ થતાં તે શહેર છોડીને ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે, તે સુરત ભુસાવલ ટ્રેનના જનરલ કોચમાં….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 22T181006.218 સુરતમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પડોશમાં રહેતા આધેડ શખ્સનું કરતૂત

@નિકુંજ પટેલ

Surat News: સુરતના વડોદ ગામમાં રહેતી એક 10 વર્ષની માસુમ બાળકી પર પડોશમાં રહેતા આધેડ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ તેની સાથે બનેલી હકીકત પરિવારને જણાવતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ આરોપીને આ અંગે જાણ થતાં તે શહેર છોડીને ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે, તે સુરત ભુસાવલ ટ્રેનના જનરલ કોચમાં સંતાઈને બેઠો હતો ત્યારે જ RPFએ તેને દબોચી લીધો હતો.

આરપીએફને મોબાઈલ પર સૂચના મળી હતી કે સુરતનો એક આરોપી મનોજ સિંહ (49) બાળકી સાથે દુષ્કર્મ કરીને ગૂમ થઈ ગયો છે. તેનું લોકેશન અમલનેર (મહારાષ્ટ્ર)ની આસપાસ હોવાનું પણ જણાવાયું હતું. પોલીસે તાત્કાલિક અમલનેર, ઘરનગામ, ચાવલખેડા અને જલગાંવ ખાતે આરપીએફની ટીમોને આરોપીનો ફોટો મોકલ્યો હતો. બાદમાં આ ટીમો તપાસમાં જોતરાઈ ગઈ હતી. તેમણે સુરત ભુસાવલ ટ્રેનની તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપી મોઢુ સંતાડીને જનરલ કોચમાં બેઠેલો દેખાયો હતો.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારના વડોદ ગામના મહાવીર નગરમાં રહેતો મનોજસિંહ રાજેન્દ્રસિંહ મજુરી કરે છે. 18 જાન્યુઆરીએ મનોજે તેના ઘર પાસે રહેતી 10 વર્ષની બાળકીને ઘરમાં એકલી જોઈ હતી. જેને પગલે તે બપોરે બાળકીના ઘરે પહોંચ્યો હતો અને તેની સાથે દુષ્કર્મ કરીને ફરાર થઈ ગયો હતો. બાળકીના માતા પિતા જ્યારે કામથી પરત આવ્યા ત્યારે બાળકીએ રડતા રડતા સમગ્ર હકીકત જણાવી હતી. બાદમાં તેમણે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કંટ્રોલ રૂમ સાથે સંપર્ક કરીને તપાસ શરૂ કરી દીધી હતી.

પાંડેસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ કુલભૂષણ સિંહ ચૌહૈણે સાયબર ક્રાઈમના મદદ લઈને તપાસ કરતા આરોપીનું લોકેશન અમલનેર આવી રહ્યું હતું. બાદમાં લોકેશન ટ્રેસ કરીને પોલીસે તેને ઝડપી લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Ayodhya Ram Temple LIVE/ગર્ભગૃહમાં બિરાજ્યા રામલલ્લા, પ્રાણ પ્રતિષ્ઠાની દિવ્ય વિધિ પૂર્ણ,PM મોદીએ કરી પ્રથમ આરતી