વડોદરા/ આ પરિવાર પર વરસ્યો કુદરતનો કહેર, બે જોડિયા બાળકોના ઈલાજ માટે જોઈએ છે 32 કરોડ

આપી ખુશી આપી. પણ વિધાતાએ આ જોડિયા બાળકોને અત્યંત ગંભીર બીમારી આપી.જોડીયા બાળકોની સારવારનો ખર્ચ રુ. 32 કરોડનો છે.

Gujarat Vadodara
જોડિયા બાળકો
  • વડોદરામાં જોડિયા બાળકોને જીવલેણ બીમારી
  • પ્રથમ અને પ્રીશા કુદરત સામે લડે છે જીવનજંગ
  • સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફિ-1થી પીડાય છે જોડિયા
  • દસ હજાર બાળક પૈકી એકનો થાય છે આ રોગ
  • બંન્ને બાળકોની સારવારનો ખર્ચ રુ. 32 કરોડ

વડોદરા શહેરના ભાયલીમાં રહેલા એક દંપતીને ત્યાં ઈશ્વરે જોડિયા બાળકો આપ્યા.જેને લઈને પરિવારની ખુશીનો પાર નહોતો.પરંતુ તેમની આ ખુશી વધુ સમય સુધી ટકી ન શકી કારણ કે આ બંને બાળકોને છે ગંભીર બીમારી.જેનો ખર્ચ કરોડો રૂપિયા થઈ રહ્યો છે.જો કે ક્રાઉડ ફન્ડિંગ અને દાતાઓની અપેક્ષા સાથે આ દંપતી બાળકોની સારવારનું આયોજન કરી રહ્યું છે.

આપી ખુશી આપી. પણ વિધાતાએ આ જોડિયા બાળકોને અત્યંત ગંભીર બીમારી આપી.જોડીયા બાળકોની સારવારનો ખર્ચ રુ. 32 કરોડનો છે. માતા-પિતા હાલ ક્રાઉડ ફંડીગ અને દાતાઓની અપેક્ષાએ બાળકોની સારવારનું આયોજન કરી રહ્યાં છે..

દેવના દિઘેલ આ જોડીયા બાળકો કેવાં વહાલા છે…

આ છે કિરી પરિવારના વહાલ સોયા…

માતા તો વહાલથી ગાય છે કે દિકરી મારી લાડકવાઇ.

પણ આ બંન્ને ભાઇ બહેન કુદરત સામે જંગ લડી રહ્યાં છે.,..

માતા-પિતાને આશ છે કે તેમના લાડકવાયાને કોઇ તો મદદ કરશે જ…

આશા અમર છે.. પણ પ્રથમ અને પ્રીશા પાસે સમય મર્યાદિત છે…

સમય વિરુદ્ધના જંગમાં મદદ મળે, તો પ્રથમ અને પ્રીશાને મળે લાઇફ લાઇન

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા કિરી પરિવારના બે જોડિયા બાળકોને અત્યંત ગંભીર બીમારી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફિ-1 થઇ છે. શું છે આ બિમારી અને શું છે તેનો સારવાર ખર્ચ

પ્રથમ અને પ્રીશાની સારવારનો ખર્ચ છે રૂ. 32 કરોડ..પોતાના વહાલસોયા બાળકોની સારવાર માટે કિરી પરિવારે આરંભ્યો છે સારવાર માટેનો જંગ.

સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફિ-1 બીમારી દસ હજાર માંથી એક બાળકમાં જોવા મળે છે. કિરી પરિવારના બંન્ને બાળકોનો સારવાર નો કુલ ખર્ચ 32 કરોડ રૂપિયા છે. ત્યારે હાર ન માનતા કુદરત પર ભરોસો રાખી કિરી પરિવાર હવે દાતા અને ચમત્કારની અપેક્ષા રાખે છે.

શું છે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA).સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી બાળકોમાં જોવા મળતી અસાધ્ય બીમારી છે. બાળકોના સ્નાયુઓને નબળા પડે છે અને કરોડરજ્જુઓના સ્નાયુઓના હલનચલનમાં મુશ્કેલી ઉભી કરે છે.બાળકોના મગજમાં રહેલા કોષો અને તેમની કરોડરજ્જુની નસો ઢીલી(નબળી) પડવા લાગે છે. બાળકોનું મગજ સ્નાયુઓની ગતિને નિયંત્રિત કરતા સંકેતો મોકલવાનું બંધ કરે છે. આધુનિક જમાનામાં આ બિમારીની કેટલીક મર્યાદિત સારવાર ઉપલબ્ધ છે, જે બિમારીની વૃદ્ધિને અટકાવે છે.

SMAના શું છે લક્ષણો.SMAના અમુક પ્રકારો છે. આ પ્રકારોને આધારે તેના લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ અસાધ્ય બીમારીના લક્ષણો.હાથ અને પગની નબળાઇ.બેસવામાં, ચાલવામાં અને અન્ય કોઈપણ હિલચાલમાં મુશ્કેલી

સ્નાયુઓના હલનચલનમાં મુશ્કેલી.હાડકાં અને સાંધામાં તકલીફો, ખાસ કરીને કરોડરજ્જુમાં દુખાવો થવો

શ્વાસ લેવામાં તકલીફ.જે બાળકોમાં કરોડરજ્જુના સ્નાયુબદ્ધ એટ્રોફીના લક્ષણો હોય છે, તેઓ ધીમે-ધીમે એટલા અસમર્થ બને છે કે, તેમને શ્વાસ લેવા માટે વેન્ટિલેટરની જરૂર પડે છે. જોકે, બાળકોને લાંબા સમય સુધી વેન્ટિલેટર પર મૂકી શકાતા નથી, કારણ કે ટ્યૂબમાં ચેપનું જોખમ રહેલું છે.

SMAના પ્રકારો.સામાન્ય રીતે સ્પીનલ મસ્ક્યુલર એટ્રોફી અનેક પ્રકારના હોય છે, પરંતુ આ બધા પ્રકાર ઉંમરને આધારે લાગુ થાય છે. અમુક SMAથી બાળકોને સમસ્યાઓ પણ થઈ થઈ રહી છે. પ્રકાર 1 – છ માસના બાળકોમાં જોવા મળતો આ પ્રથમ પ્રકારનો સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી છે. જોકે આ પ્રકારમાં બાળકોમાં બિમારીની ઘાતક અસરો જોવા મળે છે.પ્રકાર 2 – આ 7થી 18 મહિનાના બાળકોમાં સામાન્ય છે. આ ટાઇપ 1 કરતા થોડું ઓછું જોખમી છે. પ્રકાર 3 – 18 મહિનાથી વધુ ઉંમરના બાળકો આ પ્રકારના SMAથી પીડાય છે. જોકે તેમનામાં ઓછા લક્ષણો જોવા મળે છે. પ્રકાર 4 – પુખ્ત લોકો આ પ્રકારના રોગથી પીડાય છે અને લક્ષણો નજીવા જ હોય છે.

આ પણ વાંચો :આપના પૂર્વ નેતા મહેશ સવાણીને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો :જસદણમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પિતા-પુત્રએ ઝેરી દવા પીને ટૂંકાવ્યું જીવન

આ પણ વાંચો :સાવલીના માજી કોંગ્રેસ પ્રમુખના પુત્રનો મળ્યો મૃતદેહ, રહસ્યમય રીતે થયો હતો ગુમ

આ પણ વાંચો :  રેલ્વે સ્ટેશન પર સદનસીબે ટળી મોટી દુર્ઘટના, એક વ્યક્તિ ટ્રેન નીચે આવતા બચ્યો