Not Set/ સોશિયલ મીડિયામાં છોકરીઓ વીડિયો કોલિંગ કરી રહી છે તો ચેતજો, થઇ શકે છે કંઈક આવું…

આજનો સમય એ સોશિયલ મીડિયાનો જમાનો કહેવાય છે. દુનિયાના તમામ લોકો પોતાની નાનામાં નાની યાદને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા

Ahmedabad Gujarat
a 81 સોશિયલ મીડિયામાં છોકરીઓ વીડિયો કોલિંગ કરી રહી છે તો ચેતજો, થઇ શકે છે કંઈક આવું...

આજનો સમય એ સોશિયલ મીડિયાનો જમાનો કહેવાય છે. દુનિયાના તમામ લોકો પોતાની નાનામાં નાની યાદને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા છોકરા અને છોકરીઓ એકબીજાના ફ્રેન્ડસ પણ બનતા હોય છે.

સોશિયલ મીડિયાની આ ફ્રેન્ડશીપ ક્યાંક સારી રહેતી હોય છે તો ક્યાંક બેમાંથી એક ફ્રેન્ડસને કડવો અનુભવ પણ થતો હોય છે, ત્યારે હાલમાં અમદાવાદના રખિયાલની એક એવી જ ઘટના સામે આવી છે.

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં એક યુવતી યુવકના એક તરફી પ્રેમમાં પાગલ થઇ હતી અને ત્યારબાદ જે થયું તે જાણીને આજની યુવતી સાવધાન બની શકે છે.

આ ઘટના પર નજર કરીએ તો, રખિયાલ ની એક યુવતીને છેલ્લાં દસેક મહિનાથી આ યુવતીને ફૈઝલ નામના શખ્સ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો હતો. બાદમાં બંને એકબીજાને મળવા પણ લાગ્યા હતાં. સપ્ટેમ્બર મહીનામાં આ શખ્સે તે યુવતીને ફોન કરીને કહ્યું કે, “હું ફૈઝલ બોલું છું, તમે મારી સાથે વીડિયો કોલથી વાત કરો,

જો વીડિયો કોલથી વાત નહીં કરો તો હું આપઘાત કરી લઈશ”. જેથી ગભરાયેલી યુવતીએ તેની સાથે વાત કરી હતી, ત્યાર બાદ આ યુવકે યુવતીને પ્રાઇવેટ પાર્ટ બતાવવાની જીદ પકડી. આ સાથે યુવતીએ લગ્નની પણ ના પાડતા યુવકે બ્લેકમેઇલ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા કંટાળેલી યુવતીએ પોલીસને ફરિયાદ કરી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.