Not Set/ મેટ્રો સીટીમાં પહેલા વરસાદથી મહા મેટ્રો ભૂવા, પિ-મોન્સૂન કામગીરી સામે રોષ

ગુજરાતમાં ચોમાસાનો પગરવ થઇ ચૂંક્યો છે અને ગુજરાતના સૌથી વિકસીત કહેવાતા મેટ્રો સીટી અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદનાં અનેક વિસ્તારોમાં ગત મોડી રાતથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. ગઇ કાલથી છુટો છવાયો વરસી રહો છે ત્યારે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2.79 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં […]

Ahmedabad Gujarat
ABAD મેટ્રો સીટીમાં પહેલા વરસાદથી મહા મેટ્રો ભૂવા, પિ-મોન્સૂન કામગીરી સામે રોષ

ગુજરાતમાં ચોમાસાનો પગરવ થઇ ચૂંક્યો છે અને ગુજરાતના સૌથી વિકસીત કહેવાતા મેટ્રો સીટી અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદનાં અનેક વિસ્તારોમાં ગત મોડી રાતથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. ગઇ કાલથી છુટો છવાયો વરસી રહો છે ત્યારે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2.79 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં સૌથી વધારે પૂર્વ વિસ્તારમાં 74.62 MM, તો પશ્ચિમમાં 67.03 MM વરસાદ નોંધાયો છે. દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં 65.75 MM અને  ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 92.50 MM વરસાદ નોંધાયો. મધ્ય ઝોનમાં 57.25 MM, દક્ષિણ ઝોનમાં 82.36 MM અને ઉત્તર ઝોનમાં 57.00 MM વરસાદ નોધાયો છે.

હુજ તો આ વરસાદી સીઝનની શરુઆત થઇ છે અને મેટ્રો સીટી અમદાવાદ શહેરમાં AMCની પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર હોવાનું વરસાદે સાબિત કરી દીધુ હતુ. અમદાવાદ શહેરમાં તંત્રની પ્રિમોન્સુન કામગીરીને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર પર પહેલા વરસાદમાં જ ભૂવાનો કબજો જોવા મળી રહ્યો છેે.  શહેરનાં અનેક વિસ્તારોમાં ભૂવા જોવા મળી રહ્યા છે. ભૂવા આમતો અમદાવાદનું નજરાણું છે કારણ કે તે તંત્રની વર્ષ સુધી ઢાંકી છુપાવી રાખેલી પોલંપોલ પલવારમાં ખોલી નાખે છે.

વરસાદી માહોલ વચ્ચે શહેરમાં અનેક જગ્યા પર રસ્તા તો બેસી જવાનું અને ગાબડા પડવાનું સામે આવી રહ્યું છે. શહેરમાં 4 સ્થળે રોડ બેસી ગયા, 40 સ્થળો પર રોડમાં લેવલીંગનાં પ્રોબ્લેમને કારણે પાણી ભરાયા હતા. કલાકમાં સરેરાશ પોણો ઇંચ વરસેલા વરસાદે જ મેટ્રોનાં ગુડ ગવર્નન્સની પોલ ખોલી નાખી AMC તંત્રને ખુલ્લું પાડી દીધુ હતુ.

તંત્રની પોલંપોલને કારણે પહેલા વરસાદમાં શહેરની હાલત જોઇ મહાનગર પાલિકાની તાકીદની બેઠક યોજવી પડી છે. બેઠકમાં શહેરનાં મેયર તેમજ પક્ષનાં નેતાઓ સહિત તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર તેમજ એન્જીનયરો હાજર રહી વરસાદની પરિસ્થિતિનમાં કયા પગલા લેવા અને લેવમાં આવેલા પગલાઓની ભાજપનાં સાશકો-અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. જો કે આ બેઠકમાં મ્યુનિ.કમિશનરની ગેરહાજરી જોવા મળી હતી. શહેરના કેટલાય વિસ્તારમાં હજી પણ પાણી ભરાયેલા છે ત્યારે અધિકારીઓની ગઇકાલની ભૂમિકા અંગે સાશકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ રોષનો અધિકારીઓ સીધો ભોગ બનતા પણ નજરે ચડ્યા હતા.