Not Set/ જેતપુર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખને મોબાઇલ પર ધમકી,કોંગ્રેસ અગ્રણીએ કરી પીઆઇને ફરિયાદ

જેતપુર શહેરના રોડ રસ્તાઓ વિશે રજૂઆત કરતા ભાજપ શાષિત પાલિકાના મહિલા પ્રમુખના પતિએ  રાત્રીના સમયે જેતપુર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખને મોબાઇલ પર બિભત્સ ગાળો કાઢવાના વિરોધમાં કોંગ્રેસે રેલી કાઢી સિટી પોલીસને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેતપુર શહેર કોંગ્રેસ દ્વારા આજે એક રેલી યોજી સિટી પીઆઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે પાલિકામાં સત્તાધીશ […]

Top Stories Gujarat Trending
ahmedabad 6 જેતપુર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખને મોબાઇલ પર ધમકી,કોંગ્રેસ અગ્રણીએ કરી પીઆઇને ફરિયાદ

જેતપુર

શહેરના રોડ રસ્તાઓ વિશે રજૂઆત કરતા ભાજપ શાષિત પાલિકાના મહિલા પ્રમુખના પતિએ  રાત્રીના સમયે જેતપુર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખને મોબાઇલ પર બિભત્સ ગાળો કાઢવાના વિરોધમાં કોંગ્રેસે રેલી કાઢી સિટી પોલીસને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

જેતપુર શહેર કોંગ્રેસ દ્વારા આજે એક રેલી યોજી સિટી પીઆઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે પાલિકામાં સત્તાધીશ પાર્ટી ભાજપના મહિલા સદસ્યોના પતિઓ તેમની પત્નીઓને બદલે તેઓ જ આખો દિવસ પાલિકામાં પડયા પાથર્યા રહે છે અને સામાન્ય નાગરીક, કોંગ્રેસ કે અપક્ષના કોઈ સદસ્યો નાગરિકોની પ્રાથમિક સુવિધાઓની રજૂઆત કરવા જાઇ તો તમારું કંઈ કામ નહીં થાય તેવું કહીને પાલિકામાં આવવું જ નહીં તેવું કહીં અભદ્ર વર્તન કરે છે.

શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બીપીનભાઈ ધામીએ નિવેદન આપ્યુ  હતું કે, શહેરમાં ભાજપના સત્તાધીશો ભ્રષ્ટ્રાચાર આચરવા માટે જરૂર ન હોય ત્યાં સારી કક્ષાના સિમેન્ટ રોડ પર ડામર રોડ બનાવે છે અને કોંગ્રેસ પાર્ટીના ચુંટાયેલ સદસ્યોના વિસ્તાર કે પછાત વિસ્તારોમાં વિકાસના કોઈ કામ કરતા નથી.

બધા કામમાં ભ્રષ્ટ્રાચાર કરતા હોવાની રજૂઆત કરતા બીપીનભાઈને ગત રાત્રે પાલિકાના મહિલા પ્રમુખ કુસુમબેન સખરેલીયાના પતિ એવા પૂર્વ પાલિકા પ્રમુખ સુરેશભાઈએ શાળા અને લાયબ્રેરીના ચેરમેન સ્વાતિબેન જોટંગીયાના પતિ સંજયભાઈના મોબાઇલમાંથી જેમફાવે તેમ બોલી બિભત્સ ગાળો, મારમારવાની ધમકી ભર્યા બેથી ત્રણ કોલ કર્યા ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ નિલેશભાઈ પંડયાને પણ મોડી રાત્રીન ચારથી પાંચ કોલ કરેલ. પરંતુ તેઓએ રિસીવ ન કરતા સવારે ફરી કોલ કરીને મારા વિરૂધ આવેદનપત્ર આપ્યું તો જોવા જેવી થશે તેવું મોબાઇલ પર ધમકી મારી હોવાનું જણાવી. ધમકી મારનાર બંને સામે કાયદેસરના પગલા ભરવાની માંગ કરી હતી