Not Set/ હરિયાણા, દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા: 4 રીક્ટર સ્કેલની તીવ્રતા

નવી દિલ્હી, હરિયાણા, દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા છે. હરિયાણા રાજ્યના તમામ શહેરમાં ધરતી કાંપવા લાગતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સોનીપત, ઝજ્જર, રોહતક અને નારનૌલમાં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા છે. સાથે દિલ્હી-એનસીઆર અને યૂપીમાં પણ ધરતીકંપ અનુભવવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભૂકંપના ઝટકા થોડા હળવા હતા, પરંતુ ધરતી કંપનના […]

Top Stories India
657217 earthquake હરિયાણા, દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા: 4 રીક્ટર સ્કેલની તીવ્રતા

નવી દિલ્હી,

હરિયાણા, દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા છે. હરિયાણા રાજ્યના તમામ શહેરમાં ધરતી કાંપવા લાગતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સોનીપત, ઝજ્જર, રોહતક અને નારનૌલમાં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા છે. સાથે દિલ્હી-એનસીઆર અને યૂપીમાં પણ ધરતીકંપ અનુભવવામાં આવ્યો છે.

Earthquake in Delhi 3 હરિયાણા, દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા: 4 રીક્ટર સ્કેલની તીવ્રતા

કહેવામાં આવી રહ્યું છે કે, ભૂકંપના ઝટકા થોડા હળવા હતા, પરંતુ ધરતી કંપનના કારણે ભયથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મોટાભાગની ઓફિસો પણ ખાલી કરીને લોકો બહાર દોડી આવ્યા હતા.

quake હરિયાણા, દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા: 4 રીક્ટર સ્કેલની તીવ્રતા

ધરતીકંપનું કેન્દ્ર બિંદુ હરિયાણાના સોનીપતમાં જમીનથી 500 મીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે. 4 રીક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. લગભગ 3:37 વાગ્યે લોકોને ભૂકંપના ઝટકાનો અનુભવ થયો હતો. હરિયાણા સહિત દિલ્હી,યૂપી અને એનસીઆરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યા છે. હાલમાં કોઈ પણ જગ્યાએથી જાન-માલના નુકસાનના સમાચાર નથી મળી રહ્યા.