અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના 84 બ્રિજ પર CCTV લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા કેમેરા બંધ હોવાનું વિપક્ષના આક્ષેપ બાદ સત્તાધીશોએ CCTVના આકડાઓ જાહેર કર્યા છે.
અમદાવાદ શહરમાં કુલ કેમેરા કેમેરાની આજની સ્થિતિ નીચે જણાવ્યા મુજબની છે.
સદર પ્રોજેક્ટની શરૂઆતમાંપોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક મોનીટરીંગ માટેઆપવામાંઆવલે લિસ્ટ મજબુ કુલ ૧૩૦ જંકશન પૈકી હાલ ૧૧૩ જંકશન પર 1695 કેમેરા કાર્યરત છે. જે પૈકી 288 કેમેરા બધં (DOWN) છે
પોલીસ સર્વેલર્વેન્સનાં હેતુથી શરુ કરવામાં આવેલા સંવેદનશીલ વિસ્તારો અને રથયાત્રા, તાજીયા, જાહરે માર્ગો વિગેરે પર હાલ 272 કેમેરા લગાવવામાં આવેલા છે. જે પૈકી 49 કેમેરા બંધ છે.
અ.મ્યુકો.ની વિવિધ કચેરીઓ અને ઝોનલ ઓફિસો, અર્બન હેલ્થ સેન્ટર, બગીચાઓ, મ્યનિુ. શાળાઓ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર વિગેરે ખાતે 2691 જેટલાં કેમેરા કાર્યરત છે. જે પૈકી હાલ 289 કેમેરા બંધ છે.
BRTS કોરીડોરમાં અનઅધિકૃત વાહનોનાં પ્રવશ અટકાવી શકાય તે હેતુથી શરુ BRTS કોરીડોરમાં 244 કેમેરા લગાવવામાં આવલે છે. જે પૈકી 10 કેમેરા બંઘ છે.
આમ કોર્પોરેશને પોતાના લગાવેલા CCTV અંગે અહેવાલ આપ્યો જેમાં તેઓએ 85 ટકા કેમેરા ચાલુ હોવાનો દાવો કર્યો છે જયારે 15 કેમેરા ટેકનીકલ કારણોસર બંધ હોવાનો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ આવશે ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ઝડપાયેલા ડ્રગ્સ તપાસ મામલે મોટો ધડાકો, ડ્રગ્સના FSLના રિપોર્ટ બાદ પોલીસની ઊંઘ ઉડી