nomination/ ગુજરાતમાં ભાજપના રાજ્યસભાના બંને ઉમેદવારોનું નામાંકન

ભાજપના રાજ્યસભાના બંને ઉમેદવાર બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહે તેમના ફોર્મ ભર્યા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની હાજરીમાં બંને નેતાએ ફોર્મ ભર્યા છે.

Top Stories Gujarat
Rajyasabhaform ગુજરાતમાં ભાજપના રાજ્યસભાના બંને ઉમેદવારોનું નામાંકન

ભાજપના રાજ્યસભાના બંને ઉમેદવાર બાબુભાઈ દેસાઈ Nomination form અને કેસરીદેવસિંહે તેમના ફોર્મ ભર્યા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની હાજરીમાં બંને નેતાએ ફોર્મ ભર્યા છે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે . તેમાથી આઠ બેઠકો ભાજપ પાસે છે. આ અગાઉ કાર્યકાળ પૂરો કરનારા જયશંકરનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. હવે ભૂતપૂર્વ વિધાનસભ્ય બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહનું ફોર્મ ભરવામાં આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણી 24 જુલાઈએ છે.

કેસરીદેવસિંહ વાંકાનેર સ્ટેટના રાજવી અને ભાજપના સંનિષ્ઠ નેતા Nomination form અને કાર્યકર્તા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરીદેવસિંહની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી અને સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરજાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

Rajyasabhaform 1 ગુજરાતમાં ભાજપના રાજ્યસભાના બંને ઉમેદવારોનું નામાંકન

આ ઉપરાંત કેસરીદેવસિંહને કારણે વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. કેસરીદેવસિંહને 2011માં અત્યારના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.

બાબુ દેસાઇ 2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય Nomination form બન્યા હતા. 2012થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વિનર રહ્યા હતા. દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. અનેક સમૂહલગ્ન અને ધાર્મિક કાર્યક્રમના દાતા છે. ઊંઝા પાસે મકતુપુરની અનેક સંસ્થાઓમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે.

 

આ પણ વાંચોઃ ધમકી/ “ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં થશે આતંકવાદી હુમલો”, ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ખુલ્લી ધમકી

આ પણ વાંચોઃ Delhi-Yamuna River/ યમુનાનું સ્તર 207 મીટર વટાવી ગયુઃ દિલ્હીમાં યમુના નદી દાયકાના ઊંચા સ્તરે

આ પણ વાંચોઃ મોટા સમાચાર/ ભાજપે રાજ્યસભાની ચૂંટણીના બે ઉમેદવારના નામ કર્યા જાહેર, જાણો કોણ છે

આ પણ વાંચોઃ Rahul Gandhi Defamation Case/ પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી કેવિયેટ, રાહુલ ગાંધીની અરજી પર થવાની છે સુનાવણી

આ પણ વાંચોઃ SouthGujarat-Rain/ વરસાદ આજે દક્ષિણ ગુજરાતને ધમરોળશેઃ સુરતીઓ સાવધ રહો