બંદૂકની અણીએ લૂંટ/ વડોદરામાં રિવોલ્વરની અણીએ દંપતીને બંધક બનાવી ઘરમાં જ મચાવી લૂંટ

વડોદરામાં ભાજપના કોર્પોરેટરના ભાઈના ઘરે અજાણ્યા બંદૂક ધારી લૂંટારાઓએ બંદૂકની અણીએ બંધક બનાવી મચાવી લૂંટ

Gujarat Vadodara
WhatsApp Image 2022 10 08 at 1.20.07 AM 2 વડોદરામાં રિવોલ્વરની અણીએ દંપતીને બંધક બનાવી ઘરમાં જ મચાવી લૂંટ

વડોદરામાં રિવોલ્વરની અણીએ લૂંટ
વાસણા વિસ્તારમાં રિવોલ્વરની અણીએ લૂંટ
ભાજપ કોર્પોરેટરના ભાઈના ઘરમાં લૂંટ
દંપતીને બંધક બનાવીને મચાવી લૂંટ
અજાણ્યા 3 શખ્સો લૂંટ કરીને ફરાર
વાસણાના એકમુદ્રા સોસાયટીની ઘટના
પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ
લૂંટારૂઓને ઝડપી પાડવા નાકાબંધી કરી

ગુજરાત રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સંસ્કારી નગરી વડોદરામાં પણ ગુનાખોરી દિવસે દિવસે વધી રહી છે. ત્યારે ભાજપના એક કોર્પોરેટરના ભાઈના ઘરમાં જ લૂંટની ઘટના બની છે. લૂંટારાઓએ દંપતીને ઘરમાં જ બંધક બાનવી બંદૂકની અણીએ  લૂંટ મચાવી હતી.

વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ સામાન્ય વ્યક્તિના જીવનમાં અ સુરક્ષિત વાતાવરણ ઊભુ કરી રહી છે. રાત્રે 8:00 વાગ્યાના અરસામાં જ્યારે સામાન્ય વ્યક્તિ પોતાનું સંધ્યા પછીનું રાબેતા મુજબ જીવન જીવતો હોય છે તેવામાં વડોદરા શહેરના વાસણા વિસ્તારની રહેણાંક એકમુદ્રા સોસાયટીમાં રેહતા શહેરના માંજલપુરના કોર્પોરેટર સંગીતા પટેલના ભાઈના મકાનમાં જ્યારે દંપતિ ઘરમાં એકલું હતું ત્યારે અચાનક યુવાન બુકાનીધારીઓએ ત્રાટ્ક્યા અને પિસ્તોલની અણીએ દંપતીને હાથ પગ સેલોટેપથી બાંધીને ઘરમાં લૂંટ ચલાવી હતી. મહત્વની વાત છે કે રહેણાંક વિસ્તારમાં અચાનક બુકાનીધારીઓ ઘરમાં આવી જતા આ એન આર આઈ દંપતિ સ્તબ્ધ બની ગયું હતું.  અને બંદૂકની અણીએ જ્યારે તેમને લૂંટવામાં આવી રહ્યા હતા ત્યારે બુકાનીધારીઓ દ્વારા ઘરના દંપતિ માના પુરુષને મોઢાના ભાગે મારવામાં પણ આવ્યા હતા. સાથે કોઈપણ પ્રકારનો અવાજ નહીં કરવા માટે ધમકાવવામાં આવ્યા હતા.

દંપતીએ જણાવ્યું હતું કે, લૂંટારાઓ અચાનક ઘરમાં ઘૂસી ગયા હતા અને દીપક પટેલને લૂંટારુઓએ માર માર્યો હતો અને બાંધી દીધો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી તિજોરીની ચાવી લઈ લૂંટ કરી હતી. લૂંટારુઓ હિન્દીમાં વાત કરી રહ્યા હતા. ઘટનાના પગલે પરિવારે 3 અજાણ્યા બંદૂકધારી લૂંટારૂ સામે ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.