બેદરકારી/ ઉના ગીરગઢડા તાલુકામાં સરકારી આંગણવાડી કેન્દ્ર ન હોવાથી રૂ. ૧૫.૫૦ લાખ વાર્ષીક ભાડુ મકાન પાછળ ખર્ચાય છે

ગુજરાત સરકારના બાળ વિકાસ સંકલન યોજના અંતર્ગત ચાલતી આંગણવાડી કેન્દ્રમાં ઘોર બેદરકારી અથવા તો તંત્રની અણઆવડત હેઠળ આંખ આડા કામ કરાતા હોય તેમ પ્રજાના હિત માટે આવતી નાણાંકીય ગ્રાન્ટો મંજુર કર્યા પછી આ ગ્રાન્ટના નાણા વહીવટી તંત્રની મૂખ્ય કચેરી અને આંગણવાડી ચલાવવા માટે ભાડાના મકાનો પાછળ મોટાભાગની રકમ વપરાય જતી હોવાનું રેકર્ડ આધારીત વાસ્તવિક્તા જોવા મળે છે

Gujarat
14 ઉના ગીરગઢડા તાલુકામાં સરકારી આંગણવાડી કેન્દ્ર ન હોવાથી રૂ. ૧૫.૫૦ લાખ વાર્ષીક ભાડુ મકાન પાછળ ખર્ચાય છે

-ઉના બાળ વિકાસ સંકલીત કચેરી વર્ષ ૨૦૧૫ થી વાર્ષિક રૂ.૨.૧૬ લાખનું ભાડું ચુકવે છે,, ૧૦૨ આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલે છે .

-લોકડાઉન દરમ્યાન દર માસે ૬ થી ૭ લાખની સુખડીના બીલો ઉધારાયા તેમ છતાં ૧૩૮ મધ્યમ અને ૩૭ બાળકો કૃપોષિત રહ્યા

ગુજરાત સરકારના બાળ વિકાસ સંકલન યોજના અંતર્ગત ચાલતી આંગણવાડી કેન્દ્રમાં ઘોર બેદરકારી અથવા તો તંત્રની અણઆવડત હેઠળ આંખ આડા કામ કરાતા હોય તેમ પ્રજાના હિત માટે આવતી નાણાંકીય ગ્રાન્ટો મંજુર કર્યા પછી આ ગ્રાન્ટના નાણા વહીવટી તંત્રની મૂખ્ય કચેરી અને આંગણવાડી ચલાવવા માટે ભાડાના મકાનો પાછળ મોટાભાગની રકમ વપરાય જતી હોવાનું રેકર્ડ આધારીત વાસ્તવિક્તા જોવા મળે છે.

ઉના ગીરગઢડા તાલુકામાં બાળ વિકાસ સંકલન કચેરી હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્ર મોટાભાગે ભાડાના મકાનોમાં ચાલી રહ્યાં છે. એટલુજ નહીં આખી કચેરી પણ ભાડાના મકાનમાં ચાલે છે. અને લાખો રૂપિયાના ભાડાની રકમ ચુકવવામાં આવે છે.

કચેરીના સુત્ર પાસેથી મળેલી માહીતીને ધ્યાને લેતા સ્પષ્ટ જણાવેલ કે ઉના ગીરગઢડા તાલુકામાં ૩૭૩ આંગણવાડી કેન્દ્ર ૧૨ ગૃપ હેઠળ ચાલે છે. જેમા ૧૦૨ આંગણવાડી કેન્દ્ર પાસે સરકારની માલીકીના મકાન ન હોવાથી ભાડાના મકાનમાં આંગણવાડી ચાલતી હોય અને વાર્ષિક રૂ. ૧૫ લાખ ૫ હજાર ૪૦૦ ભાડું ચુકવાય છે.

એટલુ જ નહીં પરંતુ આ આંગણવાડી કેન્દ્રની મુખ્ય ગણાતી કચેરી બાળ વિકાસ સંકલન વિભાગનું મુખ્ય બિલ્ડીંગ પણ ભાડાના મકાનમાં વર્ષ ૨૦૧૫ થી ચાલી રહ્યું છે. અને વાર્ષિક રૂ. ૨ લાખ ૧૬ હજાર ભાડા પેટે સરકારી રેકર્ડ પર ઉધારવામાં આવી રહ્યુ છે. લાંબા વર્ષો પછી પણ દરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યાં છે.

તેમ છતાં સરકારી તંત્ર દ્રારા નવા આંગણવાડી કેન્દ્ર બનાવવા માટે અનેક વખત માંગણીઓ કરવા છતાં જમીન ફાળવણી અને બાંધકામની ગ્રાન્ટના અભાવે સરકારને લાખો રૂપિયાનો વાર્ષિક બોજ ખોટી રીતે ઉઠાવવો પડે છે. તેમ છતાં સબ સલામત અને વિકાસના દાવા થતા હોવાની વાત વાસ્તવિક રીતે પોકળ હોવાનો શૂર ઉઠી રહ્યો છે.

આ બાબતે તંત્રના અધિકારી પાસે સવાલ ઉઠાવતા તેમણે એવુ જણાવેલ કે જ્યાં આંગણવાડીની જરૂર છે ત્યાં સરકારની માલીકી નથી. એવા કેન્દ્ર માટે જમીન ફાળવણીની માંગણી કરીએ છીએ અને તમામ સરકારના નિતીનિયમ મુજબ પ્રક્રિયા કરીએ છીએ. અને જે જમીનો ફાળવણીની પ્રોસીજર પૂર્ણ થઇ આવે છે. એટલા સમયમાં આવી જમીનો પર ગેરકાયદેસર કબ્જાઓ થઇ જતાં હોવાથી બાંધકામો કરવા મુશ્કેલ બને છે.

તો બીજી તરફ એેવી પણ વિગતો બહાર આવે છે કે જે તે ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત દ્રારા ઠરાવો અપાય છે. તે ગામથી ઘણે દૂર પડતર જમીનો ફાળવણી કરતા હોવાથી આંગણવાડી કેન્દ્ર બનાવવાનો મહત્વ જળવાતો નથી. અને ત્યાં બાળકોની સલામતી જોખમરૂમ બની રહે છે.

આ પંથકમાં મોટાભાગના આંગણવાડી કેન્દ્ર સરકારની માલીકીના ન હોવાના કારણે ભાડાના મકાનમાં કેન્દ્ર ચલાવવાના કારણે આંગણવાડી કેન્દ્રના એક રૂમમાં બાળકો બેસાડવા, રસોઇઘર, ગેસબાટલા અને આવતી સામગ્રી રમકડા સાચવા મુશ્કેલ અનુભવતા વર્કર હેલ્પરને કિંમતી સામાન ખરાબ ન થાય તેની પણ કાળજી લેવી પડે છે. અને જગ્યાના અભાવે બાળકોના માટે આવેલા લાખો રૂપિયાના રમકડાઓ પણ બિન ઉપયોગી બની ગયા છે. ઘણી આંગણવાડી કેન્દ્રમાં તો ઝેરી જનાવરો પણ ઘર કરી ગયા હોવાથી અવાર નવાર આંગણવાડી કેન્દ્રમાં બાળકોને મોકલવા વાલી સંકોચ અનુભવતા હોવાનો પણ શૂર ઉઠી રહ્યો છે.

લોકડાઉન દરમ્યાન દર માસે ૬ થી ૭ લાખની સુખડી અપાય ?

લોકડાઉન દરમ્યાન આંગણવાડી કેન્દ્ર બંધ રહેતા હોય બાળકોને ઘરે પોસ્ટીક નાસ્તાના મેનું મુજબ સુખડી વિતરણ કરાયેલ હોવાના બીલો માસિક રૂ. ૬ થી ૭ લાખના ઉઘારેલ અને જુન ૨૦૨૦ થી જાન્યુઆરી ૨૦૨૧ સુધીના અંદાજીત રૂ.૫૦ લાખના બીલો બન્યા છે. આા સુખડી ખરેખર બાળકો સુધી પહોચી હશે કે શુ તે પણ તપાસનો વિષય બની રહ્યો છે..

વાર્ષિક રૂ.૫૦ લાખના પોસ્ટીક ખોરાક અપાયા છતાં ૧૭૫ બાળકો કુપોષિત રહ્યાં

આંગણવાડી કેન્દ્રમાં વાર્ષિક રૂ.૫૦ લાખ કરતા વધુ રકમ પોસ્ટીક સુખડીનો ખોરાક બાળકોને અપાયો હોવાનો દાવા સરકારી તંત્ર કરે છે. અને તેના રેકર્ડ પર બીલો મંજુર થયા હોવા છતાં ઉના ગીરગઢડા તાલુકામાં હજુ પણ ૧૩૮ બાળકો મધ્યમ કુપોષિત તેમજ ૩૭ બાળકો સંપૂર્ણ કૃપોષિત રહ્યા હોવાની વિગતો રેકર્ડ પર જોવા મળી રહી છે..

માતૃ અને બાળ શક્તિ પાવડર પશું ઓને આપી દેવાય છે ?

રાજ્ય સરકાર દ્રારા આંગણવાડી કેન્દ્રમાં સગર્ભા માતાને પુરતુ પોષણ મળી રહે તેવા હેતુ સાથે માતૃશક્તિ તેમજ ૦ થી ૫ વર્ષના બાળક કૃપોષિત ન રહે તેને ધ્યાને રાખી બાળ શક્તિ પાવડરના સાત પેકેટ તેમજ પ્રોટીન નમકના પેકેટ અપાય છે. આ પેકેટ લાભાર્થી સુધી પહોચાડ્યા પછી મોટાભાગના લાભર્થીઓ તેનો ઉપયોગ કરતા નથી અને આ માલ પશુઓને ખવડાવી દેતા હોવાથી આ યોજના અંગે સરકારે ફેર વિચારણા કરવી જોઇએ તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે.