Asia Cup/ ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું,રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગ,સુપર-4માં પાકિસ્તાન સામે મુકાબલો

નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. નેપાળ તરફથી આસિફ શેખે (58) સૌથી વધુ રન બનાવ્યા હતા

Top Stories Sports
12 2 ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું,રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગ,સુપર-4માં પાકિસ્તાન સામે મુકાબલો

એશિયા કપ 2023ની 5મી મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાઈ રહી છે.ટોસ હાર્યા બાદ નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી.નેપાળની ઇનિગ્સ પતી જતા વરસાદ પડતા ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેના જવાબમાં ભારતના કેપ્ટન  રોહિત શર્મા અને શૂભમન ગિલે અર્ધ સદી ફટકારીને નેપાળને 10 વિકેટથી  હરાવ્યું,ભારતે 20.1 ઓવરમાં 147 રન કરીને મેચ જીતી  લીધી હતી. રોહિત શર્માએ 74 અને ગિલે 67 રન કર્યા હતા, ઓપનરોએ જ ભારતને જીત અપાવી હતી.

ઉલ્લેખનીય છે કે નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. નેપાળ તરફથી આસિફ શેખે (58) સૌથી વધુ રન બનાવ્યા હતા. સોમપાલ કામે 48 અને ઓપનર કુશલ ભુર્તેલે 38 રનનું યોગદાન આપ્યું હતું. દીપેન્દ્ર સિંહ એરીએ 28 રન અને ગુલશન ઝાએ 23 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ એક-એક શિકાર કર્યો હતો. ભારત અને નેપાળ વચ્ચે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે