National News:RCB મેનેજમેન્ટે IPL 2025 ફાઇનલ પહેલા 3 જૂને બેંગ્લોર સિટી પોલીસનો સંપર્ક કર્યો હતો અને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય પરેડ માટે પરવાનગી માંગી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેનેજમેન્ટે પોલીસની પરવાનગી મેળવ્યા પહેલા જ X પર એક પોસ્ટ દ્વારા તેમની વિજય પરેડ વિશેની માહિતી જાહેર કરી હતી. RCB હેન્ડલ પરથી કરવામાં આવેલી આ પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી અને થોડા કલાકોમાં તેને 10 લાખથી વધુ વખત જોવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સોશિયલ મીડિયા પોસ્ટ પછી, સ્ટેડિયમની બહાર ભીડ વધી ગઈ હતી અને બાદમાં ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં 11 લોકોનાં મોત થયા હતા અને 30 થી વધુ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો:IPL ચેમ્પિયન RCB પર થયો પૈસાનો વરસાદ,પંજાબ કિંગ્સને પણ મળ્યા કરોડો, જુઓ પુરસ્કારોની સંપૂર્ણ યાદી
આ પણ વાંચો:વિરાટનું સ્વપ્ન સાકાર થયું… RCB પહેલીવાર IPL ચેમ્પિયન બન્યું, ફાઇનલમાં પંજાબ કિંગ્સ હારી ગયું
