Loksabha Election 2024/ આપના ઉમેદવાર ઉમેશ મકવાણાની એફિડેવિટમાં વિસંગતતા, ભાવિ રવિવારે 11 વાગે નક્કી થશે

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાને એફિડેવિટમાં વિસંગતતાઓના લીધે જવાબ આપવા આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેના પછી કેટલા ફોર્મ માન્ય રહેશે તે નક્કી થશે. આમ કોંગ્રેસના નિલેશ કુંભાણી પછી વધુ એક ઉમેદવારનું ભાવિ આવતીકાલે 11 વાગે નક્કી થશે.

Gujarat Top Stories Others Trending Breaking News
Beginners guide to 2024 04 20T165940.634 આપના ઉમેદવાર ઉમેશ મકવાણાની એફિડેવિટમાં વિસંગતતા, ભાવિ રવિવારે 11 વાગે નક્કી થશે

ભાવનગરઃ ભાવનગર બોટાદ લોકસભાની ચૂંટણી માટે આજે ફોર્મ ચકાસણી પછી 13 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાને એફિડેવિટમાં વિસંગતતાઓના લીધે જવાબ આપવા આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેના પછી કેટલા ફોર્મ માન્ય રહેશે તે નક્કી થશે. આમ કોંગ્રેસના નિલેશ કુંભાણી પછી વધુ એક ઉમેદવારનું ભાવિ આવતીકાલે 11 વાગે નક્કી થશે.

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. નિલેશ કુંભારણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને જણાવ્યું છે કે તેના ફોર્મ પર અમારી સહી નથી. આના પગલે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત ડમી ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે. આ અંગેની જાહેરાત આવતીકાલે થઈ શકે છે. નિલેશ કુંભાણીના ફોર્મ મુદ્દે આવતીકાલે સુનાવણી થશે. નિલેશ કુંભાણીના વકીલનો દાવો છે કે તેમનું ફોર્મ રદ થયું નથી. કોંગ્રેસને એક દિવસનો સમય આપવામાં આવ્યો છે. જ્યારે મળતી માહિતી મુજબ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની કોંગ્રેસને જાણ કરી દેવામાં આવી છે. હવે હાઇકોર્ટમાં અરજન્ટ સુનાવણી પીટીશન દાખલ કરવામાં આવશે. નિલેશ કુંભાણી મુદ્દે આવતીકાલે સવારે 11 વાગે ચુકાદો આપવામાં આવી શકે છે.

ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ કુંભાણીના ફોર્મ વાંધો ઉઠાવ્યો હતો. આમ નિલેશ કુંભાણીના ફોર્મ સામે સવાલો સર્જાયા હતા. જો કે કલેક્ટરે નિલેશ કુંભારણીને આ માટે સાંજના ચાર વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. તેમના ટેકેદારો ફરી ગયો હોવાની વાત સામે આવી રહી છે.

સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને ટક્કર આપવા જઈ રહ્યા છે. 47 વર્ષીય નિલેશ કુંભાણી ખેડૂતપુત્ર છે. તે સુરતમાં બાંધકામના કારોબાર સાથે જોડાયેલા છે. તે અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કામરેજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા. જો કે તેઓ ચૂંટણીમાં હીરા ગયા હતા.

યુવા પાટીદાર નેતાની ઓળખ ધરાવતા નિલેશ કુંભાણી પાટીદાર આંદોલન દરમિયાન અનામત આંદોલન સમિતિના તમામ નેતાઓના નજીકના હતા. તેઓ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બન્યા અને કોર્પોરેટર તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા.

નિલેશ કુંભાણીએ ટેકેદારો સાથે 14 કિલોમીટરનો રોડ-શો કર્યો હતો અને સુરત જિલ્લા કલેક્ટરની કચેરીએ પહોંચીને નામાંકન ભર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા નિલેશ કુંભાણીએ પાટીદાર વિસ્તારોમાં શક્તિ પ્રદર્શન કર્યુ હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત