જામનગર: જામનગર નજીક હાપા રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે ઓટો રિક્ષા ને હડફેટે લઈ લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલક યુવાનનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું
આ બનાવમાં જામનગર-હાપા રોડ પર સવારે ઓટોરીક્ષા ચાલક રીક્ષા લઈ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બેફામ સ્પીડે આપતી ટ્રકે રીક્ષાને ટક્કર મારતા ગોઝારો અકસ્માત થયો હતો. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષા પલ્ટી મારીને પડીકું વળી ગઈ હતી.
આ અકસ્માતમાં રીક્ષાચાલક ટ્રક અને રીક્ષાની વચ્ચે દબાઈ જતા બ્રેઇન હેમરેજ સહિતની ગંભીર ઇજાના લીધે તેનું ઘટનાસ્થળે કરુણ નિધન થયું હતું. અકસ્માતના પગલે આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું.
ટ્રક ચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેથી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવારી હાથ ધરી છે. મૃતકની ઓળખ કરવા માટે અને અકસ્માત સર્જીને ભાગી છૂટનારા ટ્રક ચાલકને શોધવા કવાયત શરૂ કરાઈ છે. નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મંગાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી
આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું
આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત