વડોદરા/ સાવલી ધારાસભ્ય પહોંચ્યા પોલીસ મથકે!

વડોદરામાં સાવલીમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓના અલગ અલગ કાયદાનો ઉલ્લંઘન કરનાર 50 જેટલા મોટરસાયકલ ચાલકોના બાઈક દિવસ દરમિયાન ડીટેઇન કરવામાં આવ્યા.

Gujarat Vadodara
સાવલી

વિધાનસભા ક્ષેત્રના સ્થાનિકોના મોટરસાયકલ ડિટેન કરાતા સ્થાનિકોએ ધારાસભ્ય કેતન ઈનામદરને રજૂઆત કરી હતી ત્યારે પોતાના વિસ્તારના લોકોના મોટરસાયકલ ડીટેઇન કરાયેલા છોડાવવા માટે ધારાસભ્ય પોતે જ પોલીસ મથક પહોંચ્યા હતા આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એવામાં સ્થાનિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે રાજનેતાઓ સતર્ક રહેતા હોય છે.

 તેવામાં ગતરોજ  બનેલી સાવલીની આ ઘટનાથી કેતન ઇનામદાર જાતે જ પોલીસ મથક ડીટેઇન કરાયેલા મોટરસાયકલ છોડવા પહોંચ્યા હતા ત્યારે મોટરસાયકલના ચાલકોના પોતાના મોટરસાયકલ પાસે મળેલા મેમા એટલે કે દંડની પાવતી સાથે ફોટા પડાવી પોલીસને વિશ્વાસ અપાવી કે બીજે દિવસે નક્કી કરેલા મેમાની રકમ ભરપાઈ થઈ જશે અને ડિટેન કરાયેલા મોટર સાયકલ છોડાવવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે અગાઉ એક ખાનગી કાર્યક્રમમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે દાવો કર્યો હતો કે સાવલીનો વાહન ચાલક રાજ્યના કોઈપણ જિલ્લામાં જાય તો માત્ર સાવલીના કેતન ઇનામદારના વિસ્તારમાંથી આવું છું એટલું કહેતા જ વગર લાયસન્સ એ પણ વાહન ચલાવી શકો છો એ પ્રકારની વાતો કરી હતી પરંતુ ગતરોજ સાવલી જિલ્લા ટ્રાફિક દ્વારા જે પ્રમાણે 50 જેટલા મોટરસાયકલ  ડિટેઇન કરવાનો મામલો સામે આવ્યો તેનાથી ધારાસભ્ય કેતન ઇનામદાર ની ખાનગી કાર્યક્રમ દરમિયાન કરાયેલી હુંકાર ને પોલીસે જાણે પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું હતું.

આ પણ વાંચો: સુરત હાઇવે પર કાર રોકીને 55 લાખની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર

આ પણ વાંચો:ગુજરાત વિધાપીઠનો ઇતિહાસ બદલાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નિમંત્રણનો કર્યો સ્વીકાર,હવે કુલપતિ તરીકે કાર્યભાર સંભાળશે

આ પણ વાંચો:ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી દ્ધારા ભવ્ય સ્વાગત