Not Set/ અમદાવાદ/ ભાજપના નેતા કિશનસિંહની દાદાગીરી, વોચમેનને અપશબ્દ કહી માર્યો માર

અમદાવાદ શહેરના હાર્દ સમા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પંચમ સોસાયટીમાં રાજાબક્ષ ચૌહાણ વોચમેનની નોકરી કરે છે અને ત્યાં જ રહે છે. ગેટ પાસે શુક્રવારે સાંજે એક શખ્સએ પોતાની ગાડી લોકોને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરી હતી. જેથી રાજાબક્ષે ગાડીને સાઈડમાં પાર્ક કરવાનું કહ્યું હતું. રાજાબક્ષ તે ગાડીના ચાલકને ઓળખતો નાં હતો. પરંતુ પોતાની નોકરી ઈમાનદારીથી […]

Ahmedabad Gujarat Others
kishan sinh અમદાવાદ/ ભાજપના નેતા કિશનસિંહની દાદાગીરી, વોચમેનને અપશબ્દ કહી માર્યો માર

અમદાવાદ શહેરના હાર્દ સમા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પંચમ સોસાયટીમાં રાજાબક્ષ ચૌહાણ વોચમેનની નોકરી કરે છે અને ત્યાં જ રહે છે. ગેટ પાસે શુક્રવારે સાંજે એક શખ્સએ પોતાની ગાડી લોકોને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરી હતી. જેથી રાજાબક્ષે ગાડીને સાઈડમાં પાર્ક કરવાનું કહ્યું હતું.

રાજાબક્ષ તે ગાડીના ચાલકને ઓળખતો નાં હતો. પરંતુ પોતાની નોકરી ઈમાનદારીથી બજાવી રહ્યો હતો. ત્યારે ગાડીમાં સવાર શખ્શે કિશનસિંહ સોલંકીએ ‘તું ગાડી કોને હટાવવાનું કહે છે’. હું ભાજપનો અભિવકતા છું. તેમ કહ્યું હતું. બાદમાં અન્ય એક શખ્સ ગાડીમાંથી ઉતર્યો હતો અને તેને માર માર્યો હતો. અને તું યુ.પીનો ભિખારી છે અને બે પૈસાની નોકરી છે. તેવા અપશબ્દ પણ કહ્યા હતા. ગુજરાતમાં કોઈ ગાડીચાલકને ગાડી હટાવવાનું કહેવાનું નહીં કહી ફરી માર માર્યો હતો. જેથી સોસાયટીના લોકો વચ્ચે પડી અને છોડાવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી બંને જતા રહ્યા હતા.

કિશનસિંહે સોસાયટીના ચેરમેનને પણ હું ગુજરાત ભાજપનો અભિવક્તા છું. તારા જેવા 500 ચેરમેનને ખિસ્સામાં લઈને ફરું છું કહી ધમકી આપી હતી. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.