Not Set/ વડોદરા/ આવી રીતે ભગશે કોરોના..? માતાજીનાં પધરામણીના નામે માસ્ક વિના ઉમટી સેંકડોની જનમેદની…

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. એક બાજુ અરકાર કોરોનને નાથવા માટે પ્રયાસ કરી રહી છે. તો બીજી બાજુ અનલોકમાં જાહેર કાર્યક્રમોને નિયમો અનુસાર પરવાનગી મળતા સરેઆમ લોકો આવા કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઇન્સ નું ઉલ્લંઘન કરતાં જોવા મળી રહ્યા છે.  આવું જ કાયિક વડોદરા ખાતે એક ધાર્મિક કાર્યક્ર્મ્ન આયોજનમાં બન્યું છે.  માતાજીની […]

Gujarat Vadodara
c19194574f2c5414d7c7f636ed8a1838 વડોદરા/ આવી રીતે ભગશે કોરોના..? માતાજીનાં પધરામણીના નામે માસ્ક વિના ઉમટી સેંકડોની જનમેદની...
 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. એક બાજુ અરકાર કોરોનને નાથવા માટે પ્રયાસ કરી રહી છે. તો બીજી બાજુ અનલોકમાં જાહેર કાર્યક્રમોને નિયમો અનુસાર પરવાનગી મળતા સરેઆમ લોકો આવા કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઇન્સ નું ઉલ્લંઘન કરતાં જોવા મળી રહ્યા છે.  આવું જ કાયિક વડોદરા ખાતે એક ધાર્મિક કાર્યક્ર્મ્ન આયોજનમાં બન્યું છે.  માતાજીની પધરામણીના નામે ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને સોશિયલ .ડિસ્ટન્સનાં સરેઆમ ધજાગરા ઊડ્યાં હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ખોડીયારનગર ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં હજારો લોકોની ભીડ એકઠી થઇ.હતી. જેમાં કોવીડ નિયમોનો સંપૂર્ણ પણે ભંગ થતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યાં બીજી તરફ એક સમાજના ધાર્મિક કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે.

ધાર્મિક કાર્યક્રમમાં એક વ્યક્તિને માતા આવી હોવાનું સમજીને એક પછી એક લોકો ધસી આવ્યા હતા અને જોત જોતામાં આશરે બે હજારની આસપાસ લોકો ભેગા થઇ ગયા હતા.એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું ના હતું કે ના સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતું. જેની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટોળાને સમજાવીને દુર કર્યું હતું. ત્યારે આ સાથે જ કાર્યક્રમનું આયોજન કરનાર સહિત છ લોકો સામે સામે ગુનો નોધી અટકાયત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.