Junagadh/ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનો મામલો,ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવતા બની હતી ઘટના

રાત્રે જૂનાગઢમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો. આ ઘર્ષણ ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવતા ત્યાંના લોકો રોષે ભરાયા હતા અને આ ઉશ્કેરાયેલા ટોળાએ અચાનક જ પોલીસ પર

Top Stories Gujarat Others
Junagadh

જુનાગઢ શહેરના મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહને લઈને ગઈકાલે રાત્રે ખુબ જ મોટી બબાલ થઇ હતી. ખરેખર મામલો એમ છે કે દરગાહ ગેરકાયદેસર હોવાથી પાલિકાના અધિકારીઓ ત્યાં નોટિસ આપવા ગયા હતા. આ વચ્ચે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને લઈને અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાત્રે જૂનાગઢમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો. આ ઘર્ષણ ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવતા ત્યાંના લોકો રોષે ભરાયા હતા અને આ ઉશ્કેરાયેલા ટોળાએ અચાનક જ પોલીસ પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ અત્યાર સુધીમાં 180 શકમંદોને રાઉન્ડઅપ કરાયા છે. આ હુમલામાં શામેલ કુલ 31 શખ્સો સામે નામ જોગ ફરિયાદ પણ નોધવામાં આવી છે.

આ મામલામાં સામેલ થનાર 500થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી છે. કલમ 302, રાયોટીંગ સહિતની કલમો ને એડ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારમાં હજુ પણ પોલીસનું કોમ્બિંગ ચાલી રહ્યું છે. હાલ પોલીસની જુદી જુદી ટીમો ખડે પગે આ કામગીરી કરી રહી છે. પોલીસે સપૂર્ણ સ્થિતિ ને કાબુમાં લઇ લીધું છે. ત્યારબાદ અત્યારે જૂનાગઢ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ છે.

આ પણ વાંચો:વાવાઝોડાથી ચોરોને થયો ફાયદો, ઇડરમાં 11 દુકાનોમાં ત્રાટક્યા તસ્કરો, મંદિરમાં પણ કરી ચોરી

આ પણ વાંચો:બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી

આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત ક્યારે થશે, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..