Not Set/ ક્યારેક એન્ટિબાયોટીક દવા નુકશાન કરી શકે છે, શરદી-ખાંસી, ફ્લુમાં પણ ડોક્ટરને પુછીને લો દવા

અમદાવાદ  ઘણા વર્ષો પહેલા કોઈપણ બિમારી માટે કોઈ કારગર દવા ન હતી. વર્ષ 1928માં સ્કોટલેન્ડના નોબેલ પુરુસ્કાર વિજેતા વૈજ્ઞાનિક એલેક્ઝેન્ડર ફ્લેમિંગે પ્રથમ એન્ટીબાયોટિક દવા પેનિસિલિનની શોધ કરી હતી. આ દવા બેક્ટેરીયા સંક્રમણ વગેરેથી રક્ષણ મેળવવામાં ઘણી કારગર સાબિત થઈ હતી. જીવાણુઓ ઉપર એન્ટિબાયોટિક દવાઓની અસર ઘણી ઓછા  સમય સુધી રહે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સંશોધનમાં  ભારતની સ્વાસ્થ્ય […]

Health & Fitness Lifestyle
mahi nn 1 ક્યારેક એન્ટિબાયોટીક દવા નુકશાન કરી શકે છે, શરદી-ખાંસી, ફ્લુમાં પણ ડોક્ટરને પુછીને લો દવા

અમદાવાદ 

ઘણા વર્ષો પહેલા કોઈપણ બિમારી માટે કોઈ કારગર દવા ન હતી. વર્ષ 1928માં સ્કોટલેન્ડના નોબેલ પુરુસ્કાર વિજેતા વૈજ્ઞાનિક એલેક્ઝેન્ડર ફ્લેમિંગે પ્રથમ એન્ટીબાયોટિક દવા પેનિસિલિનની શોધ કરી હતી. આ દવા બેક્ટેરીયા સંક્રમણ વગેરેથી રક્ષણ મેળવવામાં ઘણી કારગર સાબિત થઈ હતી. જીવાણુઓ ઉપર એન્ટિબાયોટિક દવાઓની અસર ઘણી ઓછા  સમય સુધી રહે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સંશોધનમાં  ભારતની સ્વાસ્થ્ય સમસ્યાઓથી જોડાયેલ એક રિપોર્ટ સામે આવી છે. ભારતના 50 ટકાથી વધુ લોકો દવાઓની આડઅસરનું ધ્યાન નથી રાખતા હોતા અને ડોક્ટરની સલાહ લીધા વિના જ એન્ટીબાયોટીક દવાઓ લેતા હોય છે.

બિનજરૂરી એન્ટિબાયોટીક દવાઓને ખાવામાં આવે તો દર્દીની સારવાર કરવી લગભગ નામુમકીન થઈ જતી હોય છે,  ખાસ કરીને ટીબીની બિમારીમાં સારવાર અસંભવ થઈ જાય

90 ટકા ડોક્ટર દર્દીને દવા આપ્યાના ત્રણ દિવસ બાદ નિયમાનુસાર શરીર ઉપર તે દવાની અસરની તપાસ નથી કરતા

એમ્સના ફાર્મોકોલોજી ડિપાર્ટમેન્ટમાં નવેમ્બર 2014 થી લઈને ડિસેમ્બર 2015 વચ્ચે એનસીઆરના 500 ડેંટિસ્ટનો સર્વે કર્યો, જેમાં જાણવા મળ્યું કે, 74 ટકા ડોક્ટર શરીરમાં બેક્ટેરીયાની તપાસ  કર્યા વિના જ એન્ટિબાયોટીક દવા આપી રહ્યા છે

પોલીસી મુજબ કેટલીક નિશ્ચિત દવાઓને વિના ડોક્ટરની પરવાનગી (રિસીપ) વગર વેચવા પર પ્રતિબંધ લગાવાયો છે