Not Set/ વાસ્તવિક જિંદગીમાં ‘બધાઈ હો.. કહેવું રિસ્કી, મોટી ઉંમરે માતા બનતા પહેલા કરજો વિચાર

અમદાવાદ, આજકાલ બધાઈ હો નામની ફિલ્મ સુપર હિટ સાબિત થઈ છે.ફિલ્મમાં મોટી ઉંમરની સ્ત્રીને માતા બનતી જોવા મળી રહી છે.જો કે વાસ્તવમાં 40 વર્ષની ઉંમર પછી માતા બનવું રિસ્કી મનાય છે. આજકાલ કરીઅરમાં ધ્યાન આપી રહેલી મિડલ એજની યુવતીઓમાં પણ મોટી ઉમર પછી સંતાનને જન્મ આપવાનું ચલણ વધી રહ્યું છે. જોકે એનાથી આવનારી પેઢીમાં અને ખાસ […]

Health & Fitness Lifestyle
aaad વાસ્તવિક જિંદગીમાં 'બધાઈ હો.. કહેવું રિસ્કી, મોટી ઉંમરે માતા બનતા પહેલા કરજો વિચાર

અમદાવાદ,

આજકાલ બધાઈ હો નામની ફિલ્મ સુપર હિટ સાબિત થઈ છે.ફિલ્મમાં મોટી ઉંમરની સ્ત્રીને માતા બનતી જોવા મળી રહી છે.જો કે વાસ્તવમાં 40 વર્ષની ઉંમર પછી માતા બનવું રિસ્કી મનાય છે.

આજકાલ કરીઅરમાં ધ્યાન આપી રહેલી મિડલ એજની યુવતીઓમાં પણ મોટી ઉમર પછી સંતાનને જન્મ આપવાનું ચલણ વધી રહ્યું છે. જોકે એનાથી આવનારી પેઢીમાં અને ખાસ તો છોકરીઓમાં ફર્ટિલિટીની સમસ્યા સર્જાઇ શકે છે.

અમેરિકાના એટલાન્ટામાં આવેલી રીપ્રોડકિટવ બાયોલોજી ઇન્સ્ટિટયૂટના નિષ્ણાતોનું કહેવું છે કે સ્ત્રીઓમાં જેમ-જેમ ઉંમર વધતી જાય એમ અંડાશયમાંથી છૂટાં પડતાં ઇંડાની કવોલિટી ઘટતી જાય છે. શરૂઆતમાં ગર્ભધારણમાં તકલીફ નથી પડતી, પરંતુ ઓવરીમાંથી જે અંડબીજ પેદા થાય છે એમાં જિનેટિકલ ડેમેજ થયું હોવાની સંભાવના વધે છે.

સરળ ભાષામાં કહીએ તો 40 પછી ગર્ભ ધારણ કરવો એ રિસ્કી ગણાય.અભ્યાસમાં નોંધાયું હતું કે મોટી ઉંમરને ગર્ભ ધારણ કરતી માતાના અંડબીજને થયેલું ડેમેજ દીકરીની ફર્ટિલિટી પર અસર કરે છે.

ન્યુ ઓર્લીનમાં આવેલી અમેરિકન રીપ્રોડકિટવ મેડિસિનના નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય રીતે મહિલાઓનો મેનોપોઝનો સમય 50 વર્ષની આસપાસનો હોય છે, પરંતુ કેટલીક મહિલાઓમાં એ વહેલો આવી જાય છે. જો બાળકને જન્મ આપતી વખતે મેનોપોઝ નજીકમાં હોય તો આવા સમયે જન્મેલી દીકરોઓની ફર્ટિલિટી યંગ એજથી જ નબળી હોઇ શકે છે. પિતાની ઉંમરને કારણે દીકરીની ફર્ટિલિટી પર ખાસ અસર નથી