Health Tips/ શું તમે પણ લાંબા સમય સુધી યુવાન રહેવા માંગો છો? તો અજમાવો આ ઉપાય

માણસને જવાન રહેવાની ઇચ્છા હંમેશા રહી છે, તે હંમેશા ઇચ્છે છે કે તેને વૃદ્ધાવસ્થા ન આવે. પરંતુ જેમ સૂર્ય પૂર્વમાંથી નિકળે છે અને પશ્ચિમમાં ડૂબે છે તેમ માણસ માટે વૃદ્ધાવસ્થા પણ સનાતન સત્ય છે.

Health & Fitness Lifestyle
યુવાનીને લંબાવવા માંગો છો?

માણસને જવાન રહેવાની ઇચ્છા હંમેશા રહી છે, તે હંમેશા ઇચ્છે છે કે તેને વૃદ્ધાવસ્થા ન આવે. પરંતુ જેમ સૂર્ય પૂર્વમાંથી નિકળે છે અને પશ્ચિમમાં ડૂબે છે તેમ માણસ માટે વૃદ્ધાવસ્થા પણ સનાતન સત્ય છે. જો કે તમે લાંબા સમય સુધી યુવાન રહેવા માંગતા હોવ તો દ્રાક્ષ અને તેના બીજ ખાઇ શકો છો.

યુવાનીને લંબાવવા માંગો છો?

આ પણ વાંચો – Fuel Truck Explosion / હૈતીમાં બાઇકર્સ બન્યા કાળ, એક બાઇક સવારને બચાવવામાં 60 લોકો જીવતા સળગ્યા

આપને જણાવી દઇએ કે, વૈજ્ઞાનિકોએ દ્રાક્ષનાં બીજમાં એક રસાયણ શોધી કાઢ્યું છે, જે વૃદ્ધ કોષોને મારી નાખે છે. વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ ઉંદરો પર કર્યો હતો જે સફળ રહ્યો હતો. ઉંદરોનાં જીવન અને યુવાવસ્થામાં 9 ટકાનો વધારો થયો છે. તે વધુ ચપળ, ફિટ બન્યા છે અને શરીરમાં બનેલી ગાંઠો પણ ઓછી થઈ ગઈ છે. આ એક આશા તરફ પગથિંયુ છે. કે માણસ પણ પોતાની યુવવસ્થાને લંબાવી શકે. જો કે તેની પણ એક સમય મર્યાદાઓ હોય છે. કોઇ પણ માણસ કોઇ પણ જડીબુટ્ટી લઇને અમર બની શકે નહી, પરંતુ હા તે પોતાની જવાનીને લંબાવી શકે છે. દ્રાક્ષનાં બીજમાં જોવા મળતું આ રસાયણ જો કીમોથેરાપી સાથે આપવામાં આવે તો કેન્સરની સારવારમાં અસરકારક સાબિત થઈ શકે છે.

11 2021 12 15T145143.930 શું તમે પણ લાંબા સમય સુધી યુવાન રહેવા માંગો છો? તો અજમાવો આ ઉપાય

આ અભ્યાસ તાજેતરમાં Nature Metabolism નામનાં જર્નલમાં પ્રકાશિત થયુ છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ભવિષ્યમાં લોકોને વૃદ્ધત્વ અને કેન્સરથી બચાવવા માટે આ રસાયણ સારવાર પ્રણાલીનો મુખ્ય ભાગ બની શકે છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા શરીરમાં સંવેદનશીલ કોષોનું પ્રમાણ વધવા લાગે છે. આ કોષો વય સંબંધિત રોગોને પ્રોત્સાહન આપવાનું શરૂ કરે છે. ઉદાહરણ તરીકે, હૃદય, ફેફસાનાં રોગો, ટાઇપ-2 ડાયાબિટીસ અને હાડકાને લગતા રોગો જેવા કે ઓસ્ટિયોપોરોસીસ વગેરે.

યુવાનીને લંબાવવા માંગો છો?

આ પણ વાંચો – ગાંધીનગર / હેડકલાર્કનાં પેપર લીક કૌભાંડ મુદ્દે મંડળ ચેરમેન અસિત વોરાએ કરી સ્પષ્ટતા

શાંઘાઈની યુનિવર્સિટી ઓફ ચાઈનીઝ એકેડમીનાં વૈજ્ઞાનિક કિસિયા શૂ અને તેમના સાથીઓએ દ્રાક્ષનાં બીજમાં રહેલા આ રસાયણનાં ફાયદાઓ પર સંશોધન કર્યું છે. આ રસાયણનું નામ છે Procyanidin C1. તેને PCC1 પણ કહેવામાં આવે છે. જ્યારે સેન્સેન્ટ કોશિકાઓ પર આ કેમિકલની અસર જોવા મળી ત્યારે કિસિયા શૂ સહિત અન્ય વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

11 2021 12 15T145510.966 શું તમે પણ લાંબા સમય સુધી યુવાન રહેવા માંગો છો? તો અજમાવો આ ઉપાય

કિસિયા શૂ કહે છે કે જ્યારે અમે સેન્સેન્ટ કોશિકાઓ પર પ્રોસાયનિડિન C1 રસાયણની ઓછી સાંદ્રતા મૂકી, ત્યારે અમે જોયું કે તેણે કોશિકાઓની વધતી સૂઝનની પ્રક્રિયાને અટકાવે છે. એકાગ્રતામાં વધારો થતાં જ તે સેન્સેન્ટ કોષોને મારી નાખે છે. જ્યારે, યુવાન કોષો સુરક્ષિત રહ્યા હતા.

11 2021 12 15T145844.046 શું તમે પણ લાંબા સમય સુધી યુવાન રહેવા માંગો છો? તો અજમાવો આ ઉપાય

આ રાસાયણિક પ્રક્રિયાને વધુ ચકાસવા માટે, કિસિયા શૂ એ બે વર્ષનાં ઉંમરવાળા 171 ઉંદરોમાં પ્રોસાયનિડિન C1નું રસાયણ નાખ્યું. બે વર્ષનાં ઉંદરો એટલે કે 70 વર્ષનો માણસ. તેઓએ જોયું કે બાકીનાં ઉંદરોની તુલનામાં, આ ઉંદરોની ઉંમર 9 ટકા વધી છે. વળી, તે વધુ ચપળ અને ફૂર્તિલો બન્યો છે. તેના શરીરમાંથી વૃદ્ધાવસ્થાનાં કોષો ખતમ થઈ ગયા હતા. માત્ર યુવાન કોષો બાકી બચ્યા હતા.