Health Care/ મોબાઈલ ફોનના છે શરીરમાં 5 જગ્યા પરના દુખાવાનું એકમાત્ર કારણ

સ્માર્ટ ફોન વગર આપણું કામ પણ નહીં ચાલે આ વાત તો સાચી છે. પણ મોબાઈલ ફોન તમારા આરોગ્યથી સંકળાયેલી સમસ્યા પણ આપી રહ્યું છે.

Health & Fitness Trending Lifestyle
mobile મોબાઈલ ફોનના છે શરીરમાં 5 જગ્યા પરના દુખાવાનું એકમાત્ર કારણ

મોબાઈલ ફોન એ આપણા જીવનનો એક એવો જરૂરી ભાગ બની ગયો છે કે જેના વગર આપણને કોઈને ચેન નથી પડતો અને સ્માર્ટ ફોન વગર આપણા ઘણાં બધા કામો અધૂરા જરહી જાય છે. કારણ કે એક નાના ખીસ્સામાં સમાઈ જતો ફોન આપણો ઘણો ખરો ખર્ચો અને સાથે સમયનો વેડફાટ થતાં સરળતાથી બચાવી લે છે. જો કે સ્માર્ટ ફોન વગર આપણું કામ પણ નહીં ચાલે આ વાત તો સાચી છે.

પરંતુ શું તમે જાણો છો,  મોબાઈલ ફોન તમારા આરોગ્યથી સંકળાયેલી સમસ્યા પણ આપી રહ્યું છે. તમારા શરીરમાં આ 5 જગ્યાઓ પર થતાં દુખાવાનો કારણ, આ મોબાઈલ ફોન થઈ શકે છે.

1. આંખોમાં દુખાવો- લાંબા સમય સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી આંખમાં દુખાવો, બળતરાની સાથે આંખની બીજી સમસ્યાઓ પણ આપી શકે છે. તેનાથી આંખોમાં સૂકાપણું પણ આવી શકે છે.

2. આંગળીમાં દુખાવો- લાંબા સમય સુધી ફોનના ઉપયોગ કરવાથી આંગળીઓમાં દુખાવો બની શકે છે. તેનાથી આંગળીઓમાં દુખાવાની સાથે ખેંચાવ કે જકડન પણ થઈ શકે છે.

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

3. ગરદનમાં દુખાવો- ફોનનો ઉપયોગ કરતા સમયે તમારી ગર્દનમાં પણ દુખાવો થવું સ્વભાવિક છે. લાંબા સમય સુધી ગરદન પર દબાણ આપવું કે એકજ સ્થિતિમાં રાખવી હાનિકારક થઈ શકે છે.

 4. કમરનો દુખાવો- સતત બેસીને મોબાઈલ ફોનના ઉપયોગ કરી તમારી પીઠમાં જકડન અને દુખાવો આપી શકે છે. તેનાથી બચવા માટે સક્રિય રહેવું જરૂરી છે.

sleep1 મોબાઈલ ફોનના છે શરીરમાં 5 જગ્યા પરના દુખાવાનું એકમાત્ર કારણ

5. ખભામાં દુખાવો- હાથમાં ફોન પકડીને તમે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરો છો તો ખભામાં પણ ખેચાવ હોય છે. અને આ દુખાવામાં પણ બદલી શકે છે. તેથી વચ્ચે વચ્ચે બ્રેક જરૂર લેતા રહેવું.

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે

આ પણ વાંચો-  Glowing skin / ખીલના ડાઘા અને કરચલી દૂર કરે છે માત્ર 15 મિનિટમાં, ચહેરા પર  ચમક આપશે આ ચીજ