Not Set/ આ યુવતીએ એક સાથે 10 બાળકોને જન્મ આપી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ગોસીયામિ ધમારા સિથોલ નામની 37 વર્ષીય મહિલાને 10 બાળકોને જન્મ આપ્યો છે. ઓપરેશન દ્વારા આ મહિલાએ એકસાથે ૧૦ બાળકોને જન્મ આપ્યો છે.

World Ajab Gajab News Trending
nagative 13 આ યુવતીએ એક સાથે 10 બાળકોને જન્મ આપી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સામાન્ય રીતે મહિલાઓ એક સમયે એક બાળકને જન્મ આપે છે. રેર કેસમાં બે કે ત્રણ બાળકો જન્મ્યા હોય ટેઈ ઘટના હોય છે. પરંતુ આ યુવતી તે બધામાં સૌથી અલગ છે. આ યુવતીએ એક સાથે  એક નહી બે , નહિ પરંતુ પુરા ૧૦ બાળકોને જન્મ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે હમણાં થોડા સમય પહેલા જ  સૌથી વધુ બાળકોને એક સાથે જન્મ આપવાનો રેકોર્ડ મોરોક્કોના માલીની હલીમા સીસી નામની મહિલા દ્વારા બનાવવામાં આવ્યો હતો.તેણે 9 બાળકોને જન્મ આપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું. અને આશ્ચર્ય વચ્ચે આ મહિલાનો રેકોડ પણ માત્ર એક મહિના જેટલા ટૂંકા ગાળામાં તૂટી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર  7 જૂને,ગોસીયામિ ધમારા સિથોલ નામની 37 વર્ષીય મહિલાને 10 બાળકોને જન્મ આપ્યો છે. ઓપરેશન દ્વારા આ મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપ્યો છે. જેમાં સાત છોકરાઓ અને ત્રણ બાળકીઓનો સમાવેશ થાય છે. ગર્ભાવસ્થા તપાસ દરમિયાન,ડોક્ટરે તેને 6 બાળકોની અવતરશે તેમ જણાવ્યું હતું.

જો કે સંપૂર્ણ ગર્ભાવસ્થા દરમિયાન તેણીના ચાર બાળકો અંગે કોઈ જાણકારી મળી શકી નાં હતી. કદાચ બીજી નળીમાં અટવાઇ ગયા હોઈ શકે છે. દંપતી તેમના 10 બાળકોના જન્મથી ખૂબ જ ખુશ છે.પરિવારમાં ઉત્સવનું વાતાવરણ છે.ગોસિઆમી ધમારા સિથોલ માટે એક સાથે 10 બાળકોને જન્મ આપવું બહુ જ મુશ્કેલ હતું. ઓપરેશન દરમિયાન ડોકટરોએ ખૂબ કાળજીપૂર્વક કામ કર્યું અને તમામ બાળકોને બચાવવામાં સફળ રહ્યા.

સિથોલે સ્થાનિક મીડિયાને કહ્યું,તેણીને ગર્ભાવસ્થા અંગે પરેશાન હતી. તેની ને ઘણી મુશ્કલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો.  તે ખૂબ બીમાર પણ રહી હતી. તેના માટે આ ખૂબ જ મુશ્કેલ સમય હતો. હજુ પણ ખૂબ મુશ્કેલ સમય છે. પણ હવે તેમને તેની ટેવ પડી ગઈ છે. સિથોલે કહ્યું કે હવે તેનાજીવ ને કોઈ નુકસાનથવાનોપ્રશ્ન નથી. પરંતુ તે હજી પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહી છે. હું હમેશા ભગવાનને જ પ્રાર્થના કરતી હતી કે  મારા બધા બાળકો  સ્વસ્થ રહે.

ન્યુ યોર્ક પોસ્ટ મુજબ સિથોલેના તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે,તેઓ આવતા કેટલાક મહિનાઓ માટે ઇનક્યુબેટર્સમાં રહેશે.સિથોલ અને તેનો પતિ અત્યંત ખુશ અને ભાવનાશીલ છે.તેણીને ગર્ભાવસ્થા દરમિયાન પગ અને કમરનહી બચે.