નવી દિલ્હી,
ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાના પુત્રને જન્મ આપવાની સાથે જ તેઓના ઘરમાં નવા મહેમાનની એન્ટ્રી થઇ હતી, ત્યારે હવે સાનિયા અને શોએબ દ્વારા પોતાના પુત્રનું નામ ઈજાન મિર્ઝા મલિક રાખવામાં આવ્યું છે.
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનું માનવું છે કે, “પહેલું નામ ભગવાનની ગિફ્ટ હોય છે અને આ માટે જ તેઓના આ પુત્ર એ ભગવાનની ખાસ ગિફ્ટ છે.
https://twitter.com/realshoaibmalik/status/1057090038993870849
આ પહેલા પાકિસ્તાનના ક્રિકેટર શોએબ માલિકે ટ્વિટ કરતા જણાવ્યું હતુ કે, “હું ખૂબ ઉત્સાહિત છું, પુત્ર થયો છે અને મારી ગર્લ (સાનિયા મિર્ઝા) બિલકુલ યોગ્ય છે અને હંમેશાની જેમ તે મજબૂતી સાથે ઉભી છે. #અલહમદુલ્લાહ. તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે ધન્યવાદ”.
શોએબ મલિકે ટ્વિટ સાથે હેશટેગ #BabyMirzaMalikનો પણ ઉપયોગ કર્યો હતો.
મહત્વનું છે કે, ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાના લગ્ન વર્ષ ૨૦૧૦માં હૈદરાબાદી રીતિરિવાજથી શોએબ માલિક સાથે થયા હતા. જો કે ત્યારબાદ પોતાની પ્રેગ્ન્સી દરમિયાન સાનિયા મિર્ઝાએ એક સવાલના જવાબમાં લખ્યું હતું કે, “તેઓ પોતાના બાળકના નામ સાથે મિર્ઝા અને માલિકની સરનેમ જોડવામાં આવશે”.