Not Set/ કેન્દ્ર સરકારે દેશના આ રાજ્યને સૌથી વધુ ગંદુ ગણાવતા શરૂ થયો વિવાદ

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮ના રિપોર્ટમાં દેશના ૫૦ સૌથી ખરાબ શહેરોની એક યાદી બહાર પાડવામાં આવી છે. આ ૫૦ ખરાબ શહેરોમાં સૌથી વધુ ૨૫ શહેર પશ્ચિમ બંગાળના છે. જો કે સરકારના આ રિપોર્ટને પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમુલ કોંગ્રેસ દ્વારા ફગાવી દેતા તેને રાજકારણથી પ્રેરિત સર્વે ગણાવ્યો છે. […]

India Trending
Bengal Civic Bodies To Build 1.5 Lakh More Toilets Across 3 Districts 1 કેન્દ્ર સરકારે દેશના આ રાજ્યને સૌથી વધુ ગંદુ ગણાવતા શરૂ થયો વિવાદ

નવી દિલ્હી,

કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮ના રિપોર્ટમાં દેશના ૫૦ સૌથી ખરાબ શહેરોની એક યાદી બહાર પાડવામાં આવી છે. આ ૫૦ ખરાબ શહેરોમાં સૌથી વધુ ૨૫ શહેર પશ્ચિમ બંગાળના છે.

જો કે સરકારના આ રિપોર્ટને પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમુલ કોંગ્રેસ દ્વારા ફગાવી દેતા તેને રાજકારણથી પ્રેરિત સર્વે ગણાવ્યો છે. ખાસ વાત એ છે કે, આ સર્વે મુજબ ભારતનુ સૌથી ગંદુ રાજ્ય ત્રિપુરા છે, જ્યાં અત્યારે ડાબેરીઓનુ શાસન છે.

સરકારના સર્વે મુજબ, સ્વચ્છતા મામલે પશ્ચિમ બંગાળની રેન્કિંગ પણ ખરાબ છે અને તેઓ દેશના ૩૦ રાજ્યોમાં ૨૮માં ક્રમાંકે છે. કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સર્વેના પરિણામ મુજબ, પશ્ચિમ બંગાળને ૧૬૪ પોઈન્ટ મળ્યા છે, જ્યારે ૧૪૫ પોઈન્ટ સાથે નાગાલેન્ડ ૨૯માં અને ૧૩૧ પોઈન્ટ સાથે ત્રિપુરા ૩૦માં ક્રમાંકે છે.

કેન્દ્ર સરકારનો આ સર્વે છે રાજકારણથી પ્રેરિત

પશ્ચિમ બંગાળ સરકારના એક વરીષ્ઠ મંત્રી સોવનદેબ ચેટર્જીએ જણાવ્યુ હતું કે, લોકસભાની ચુંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જાણી જોઈને રાજ્યની પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. તેઓ આ સર્વે દ્વારા એ સાબિત કરવા માંગે છે કે, રાજ્ય સરકારે કોઈ કામ કર્યુ નથી. પરંતુ મમતા બેનર્જી સ્વચ્છતા મુદ્દે ખૂબ જ ગંભીર છે અને રાજ્યના તમામ શહેરોમાં સ્વચ્છતા મુદ્દે ખૂબ જ કામ કરવામાં આવ્યુ છે. તેથી કેન્દ્ર સરકારનો આ સર્વે રાજકારણથી પ્રેરિત છે જેને અમે સ્વીકારતા નથી.

કેવી રીતે કરાયો સર્વે

દેશમાં ૧ લાખથી વધુની વસ્તી ધરાવતા ૫૦૦ શહેરોમાં આ સર્વે કરાયો હતો. જેમાં સ્વચ્છતા મામલે ટોપ-૩૦૦ શહેરમાં પણ પશ્ચિમ બંગાળનુ એકપણ શહેર નથી. પશ્ચિમ બંગાળનુ સૌથી સ્વચ્છ શહેર હબરા છે, જેને દેશની રેન્કિંગમાં ૩૬૬મો ક્રમાંક મળ્યો છે.