Delhi/ Heroના CMD પવન મુંજાલની વધી મુશ્કેલી, EDએ કરોડની સંપત્તિ જપ્ત કરી

ઓટોમોબાઈલ કંપની હીરો મોટોકોર્ટના સીએમડી અને ચેરમેન પવન મુંજાલની મુશ્કેલીઓ વધી રહી છે.

Top Stories India Business
YouTube Thumbnail 2023 11 10T140946.878 Heroના CMD પવન મુંજાલની વધી મુશ્કેલી, EDએ કરોડની સંપત્તિ જપ્ત કરી

ઓટોમોબાઈલ કંપની હીરો મોટોકોર્ટના સીએમડી અને ચેરમેન પવન મુંજાલની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDએ તેમની દિલ્હીમાં આવેલી 3 મિલકતો જપ્ત કરી છે. તેમની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમની સામે મની લોન્ડરિંગ સંબંધિત કેસ દાખલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં EDએ તેમની લગભગ 50 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ 1 ઓગસ્ટ, 2023ના રોજ એજન્સીએ દિલ્હી અને ગુરુગ્રામમાં મુંજાલના 12 સ્થાનો પર દરોડા પાડ્યા હતા, જેમાં વિદેશી ચલણ સોનું અને 25 કરોડ રૂપિયાની જ્વેલરી મળી આવી હતી. ડીઆરઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે એજન્સીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો અને આઈપીસી હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

પવન મુંજાલ ઉપરાંત સોલ્ટ એક્સપિરિયન્સ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ (SEMPL)ના કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. એવો આરોપ છે કે SEMPLએ વર્ષ 2014-15થી 2018-19 દરમિયાન લગભગ 54 કરોડનું વિદેશી ચલણ વિદેશમાં લીધું હતું, જે પવન મુંજાલ માટે ખર્ચવામાં આવ્યું હતું.

કેસની તપાસમાં બહાર આવ્યું છે કે SEMPLએ તેના કર્મચારીઓના નામે ફોરેન એક્સચેન્જમાંથી 14 કરોડ રૂપિયાનું વિદેશી ચલણ લીધું હતું. આ કેસમાં હેમંત દહિયા, મુદિત અગ્રવાલ, અમિત મક્કર, ગૌતમ કુમાર, વિક્રમ બજાજ અને કેતન કક્કડના નામ સામે આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કંપનીએ અન્ય કર્મચારીઓના નામ પર વિદેશી ચલણ/ટ્રાવેલ ફોરેક્સ કાર્ડ મેળવ્યા હતા જેમણે ક્યારેય વિદેશ પ્રવાસ કર્યો ન હતો.


whatsapp ad White Font big size 2 4 Heroના CMD પવન મુંજાલની વધી મુશ્કેલી, EDએ કરોડની સંપત્તિ જપ્ત કરી


આ પણ વાંચો: ગાઝામાં યુદ્ધવિરામને લઈને અમેરિકામાં વિરોધ, યુદ્ધના કવરેજમાં ઘણા પત્રકારો માર્યા ગયા

આ પણ વાંચો: ભારતનો દુશ્મન અને લશ્કર-એ-તૈયબાનો કમાન્ડરનો પાકિસ્તાનમાં ખાતમો

આ પણ વાંચો: કોરિયામાં રોબોટ બન્યો કિલર, યાદ આવી 1979ની એ સ્ટોરી