Not Set/ શર્જીલ ઇમામ પર ભડક્યા ઓવૈસી, કહ્યુ- ભારત કોઇ મરઘીનું ગળુ નથી, જો કોઇ તોડી શકે

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) નાં વિદ્યાર્થી શર્જીલ ઇમામનાં ‘પૂર્વોત્તરને ભારતથી અલગ’ કરવાના નિવેદન પર વિવાદ અટકવાનુ નામ નથી લઇ રહ્યુ. અલીગઢ પછી હવે શાર્જીલ વિરુદ્ધ દિલ્હીમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. જેના પર હવે હૈદરાબાદનાં સાંસદ અને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ શર્જીલ પર શાંબ્દિક હુમલો કર્યો છે. તેમણે શર્જીલને જવાબ આપતા કહ્યું કે, […]

Top Stories India
Asaduddin શર્જીલ ઇમામ પર ભડક્યા ઓવૈસી, કહ્યુ- ભારત કોઇ મરઘીનું ગળુ નથી, જો કોઇ તોડી શકે

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) નાં વિદ્યાર્થી શર્જીલ ઇમામનાં ‘પૂર્વોત્તરને ભારતથી અલગ’ કરવાના નિવેદન પર વિવાદ અટકવાનુ નામ નથી લઇ રહ્યુ. અલીગઢ પછી હવે શાર્જીલ વિરુદ્ધ દિલ્હીમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. જેના પર હવે હૈદરાબાદનાં સાંસદ અને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ શર્જીલ પર શાંબ્દિક હુમલો કર્યો છે. તેમણે શર્જીલને જવાબ આપતા કહ્યું કે, ભારત મરઘીનું ગળુ નથી, જેને તોડી શકાય છે.

ઓવૈસીએ કહ્યુ કે, ‘ભારત અને તેના કોઇપણ ભાગને કોઈ તોડી શકશે નહીં. આ એક દેશ છે, કોઈ મરઘીનું ગળુ નથી કે તેને કોઇ તોડી શકે.’ તેમણે કહ્યું કે, હું આવા કોઈપણ નિવેદનો સ્વીકારી શકતો નથી અને હું તેની કડક નિંદા કરું છું. તેમણે કહ્યું કે આવી હાસ્યાસ્પદ બાબતોને સહન કરવામાં આવશે નહીં. આપને જણાવી દઇએ કે, શર્જીલનાં નિવેદન પછી વિવાદ ઉભો થયો છે. ભાજપનાં નેતાઓએ તેની આકરી ટીકા કરી છે. હવે ઓવૈસીએ પણ આ વિશે કડક નિંદ કરી છે.

શનિવારે શર્જીલ ઇમામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં શર્જીલ લોકોને ઉશ્કેરે છે અને દેશ વિરોધીની પણ વાત કરે છે. તેની વિરુદ્ધ રાજદ્રોહની કલમ સહિત ઉત્તર પ્રદેશનાં અલીગઢ અને આસામનાં ગુવાહાટીની વિવિધ કલમોમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુપી પોલીસે શર્જીલની ધરપકડ કરવા માટે બે ટીમો તૈનાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.