Disa/ લાખેણા ‘બટાકા’, દેશી બટાકાની વાવણી કરી ખેડૂત લાખો કમાયો, પરંતુ આ ખેડૂત..

લાખેણા ‘બટાકા’, દેશી બટાકાની વાવણી કરી ખેડૂત લાખો કમાયો, પરંતુ આ ખેડૂત..

Top Stories Gujarat Others
kite festival 23 લાખેણા 'બટાકા', દેશી બટાકાની વાવણી કરી ખેડૂત લાખો કમાયો, પરંતુ આ ખેડૂત..

@મુકેશ ઠાકોર, બનાસકાંઠા 

બનાસકાઠાનું ડીસા બટાકાની ખેતીનું હબ છે ત્યારે બનાસકાઠાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામના એક ખેડૂતે દેશી બટાકાનું વાવેતર કરી લાખો રૂપિયા કમાણી કરી છે.

  • ડીસાનો નહીં, ઈકબાલગઢનો ખેડૂત બટાકામાં કમાયો
  • ઓછા ખર્ચે વાવેલા બટાકાએ લાખો કમાઈને આપ્યા
  • બજારમાં આ વર્ષે બટાકાના સારા ભાવ મળતા રાજીપો

બનાસકાંઠાના અતિપછાત વિસ્તાર એવા અમીરગઢ તાલુકામાં મુખ્ય વ્યવસાય ખેતનો અને પશુપાલન છે. આ બે વ્યવસાયો મુખ્ય આજીવિકા હોવાથી ખેતી અને પશુપાલન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જ્યારે બનાસકાંઠામાં ડીસા બટાકાની ખેતી માટે જાણીતું છે. અને તે હબ ગણાય છે પરંતુ અમીરગઢમાં ખેડૂતો પણ બટાકાની ખેતી તરફ આકર્ષાયા હોવાથી અહીંયા પણ બટાકાનું વાવેતર થાય છે. ઇકબાલગઢ ગામના મંછાજી પ્રજાપતિએ દર વર્ષ જેમ આ વર્ષે પણ દેશી બટાકાની ખેતી કરી હતી જેમ આ વર્ષે દેશી બટાકાના સારા ભાવ હોવાના કારણે મંછાજી પ્રજાપતિએ ઓછા ખર્ચે વધુ આવક મેળવી છે.

છેલ્લા ચાર વર્ષેથી ખેતીમાં કુદરતી આફત અને નબળા ભાવો સામે લડી રહેલા ધરતીપુત્રોમાં એક નવી આશા બંધાયેલી જોવા મળી રહી છે. આ વર્ષે બટાકાના ભાવ સારા મળી રહ્યાં હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ડીસાએ બટાકાનું હબ છે ત્યારે ખેડૂતોને આ વર્ષ મળેલા બટાકા ભાવ દર વર્ષે મળે તેવી આશા રાખીને બેઠા છે.