Not Set/ ભારતમાં નવા કોરોનાના સ્ટ્રેનની એન્ટ્રી, બે વર્ષની બાળકીમાં નવા વાયરસની પુષ્ઠી

ભારતમાં નવા કોરોનાના સ્ટ્રેનની એન્ટ્રી, બે વર્ષની બાળકીમાં નવા વાયરસની પુષ્ઠી

Top Stories India
kite festival 22 ભારતમાં નવા કોરોનાના સ્ટ્રેનની એન્ટ્રી, બે વર્ષની બાળકીમાં નવા વાયરસની પુષ્ઠી

યુકેને હચમચાવતા નવા કોરોના વાઇરસનો ભારતમાં પગપેસારો થઈ ગયો છે.  દેશમાં નવા 20 કેસ નોંધાતા હંડકંપ મચી ગઈ છે. ભારતમાં આખરે જીવલેણ કોરોના વાઈરસના નવા પ્રકારની એન્ટ્રી થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ મેરઠથી મળ્યો છે. બે વર્ષની બાળકીમાં નવા વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે.  આ પરિવાર 15 ડિસેમ્બરે બ્રિટનથી મેરઠ આવ્યો હતો. ચાર દિવસ પહેલા ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો.

દેશમાં કોરોના વાઈરસનો નવો પ્રકાર સામે આવવા છતાં લોકોએ ગભરાવાની જરૂર નથી. સરકાર બ્રિટનથી આવેલા લોકો પર ચાંપતી નજર રાખી રહી છે. વધુમાં કોરોનાની રસી નવા વાઈરસ પર પણ અસરકારક સાબિત થશે. કોરોનાની રસી નવા પ્રકાર સામે બિનઅસરકારક રહી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

  • બે વર્ષની બાળકીમાં નવા વાયરસની પુષ્ટિ
  • 15 ડિસેમ્બરે બ્રિટનથી આવ્યો હતો મેરઠ
  • ચાર દિવસ પહેલા ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ

યૂકેથી પરત આવેલા છ લોકોમાં નવા સ્ટ્રેનના લક્ષણ મળ્યા છે. તેમાંથી ત્રણની તપાસ બેંગલુરૂ, બેની હૈદરાબાદ અને એકની પુણેની લેબમાં થી છે. તેના સેમ્પલમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. બ્રિટનમાં નવા સ્ટ્રેનના સમાચારો વચ્ચે ભારત સરકારે 23 ડિસેમ્બરથી બ્રિટન અવર-જવર કરતા તમામ ફ્લાઇટો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તો દેશમાં કોરોના સામે નિર્ણાયક જંગ માટે રસીકરણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય નિષ્ણાંતોની ચિંતા વધી ગઈ છે.