હિમાચલ પ્રદેશ/ ઉનામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 7ના મોત, 12 ઘાયલ

હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં મંગળવારે એક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા હતા. અને 12 લોકો ઘાયલ થયા હતા

Top Stories India
Blast

હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં મંગળવારે એક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા હતા. અને 12 લોકો ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ જિલ્લા અધિકારીએ જણાવ્યું કે, ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકોમાં તમામ મહિલાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: જાન લઈને પરત ફરી રહેલા જાનૈયાઓની ગાડીને નડ્યો અકસ્માત, 14 લોકોના મોત

આ ઘટના ઉના જિલ્લાના બાથુ ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી. તેમણે કહ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોમાં મોટાભાગના પ્રવાસી મજૂરો છે.

આપને જણાવી દઈએ કે, જે ફેક્ટરીમાં અકસ્માત થયો છે તે બાથુ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં છે. વિસ્ફોટના કારણ વિશે હાલમાં કોઈ સત્તાવાર માહિતી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકોમાં એક ત્રણ વર્ષની બાળકી પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, બ્લાસ્ટ વખતે તે તેની માતા સાથે ફેક્ટરીમાં હતી.

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, બાજુમાં આવેલી ફેક્ટરીઓની બારીઓના કાચ તૂટી ગયા હતા. બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકો ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસકર્મીઓની ટીમ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

આ પણ વાંચો: દિગ્વિજય સિંહ માટે લાલુ યાદવની ચિંતા, કહ્યું, ખબર નથી તેમને ક્યારે મળશે ન્યાય

આ પણ વાંચો:ખાલિસ્તાની સંગઠન ‘Sikhs for Justice’ની એપ્સ અને વેબસાઈટ્સ બ્લોક કરી