Corona effect/ મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર, સતત ચોથા દિવસે સંક્રમિતોની સંખ્યા 8 હજારને પાર,આ શહેરમાં પણ લોકડાઉન

દેશમાં સતત ચોથા દિવસે કોરોનાનો આંકડો 16,000ને પાર થયો છે, ત્યારે મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર યથાવત છે.એકવાર ફરી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં તેજી આવી છે. ઘણા શહેરોમાં સતત નવા કેસ સામે

Top Stories India
maharashtr corona મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર, સતત ચોથા દિવસે સંક્રમિતોની સંખ્યા 8 હજારને પાર,આ શહેરમાં પણ લોકડાઉન

દેશમાં સતત ચોથા દિવસે કોરોનાનો આંકડો 16,000ને પાર થયો છે, ત્યારે મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર યથાવત છે.એકવાર ફરી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં તેજી આવી છે. ઘણા શહેરોમાં સતત નવા કેસ સામે આવી રહ્યાં છે. તેને જોતા મરાઠાવાડા ક્ષેત્રના હિંગોલીમાં તંત્રએ એકથી સાત માર્ચ સુધી કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે. તો પુણેમાં નાઇટ કર્ફ્યૂનો સમયગાળો વધારીને 14 માર્ચ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય શહેરમાં 14 માર્ચ સુધી શાળા, કોલેજ અને ખાનગી કોચિંગ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 8 હજાર 623 કેસ સામે આવ્યા છે.

Indian Railway / રેલવેના મુસાફરો માટે આનંદના સમાચાર, ટ્રેનોમાં મળશે વાઇ-ફાઇની સુવિધા

Maharashtra Covid-19 cases near 3,000-mark, Mumbai reports 66 new corona  cases 

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં શનિવારે કોરોનાના 46 નવા કેસ સામે આવ્યા જેથી સંક્રમિતોની સંખ્યા વધીને 4083 થઈ ગઈ. હિંગોલીના જિલ્લાધિકારી રૂચેશ જાયવંશીના જારી આદેશમાં કહ્યુ કે, સોમવારે સવારે સાત કલાકથી કર્ફ્યૂ લાગી જશે જે સાત માર્ચે અડધી રાત સુધી યથાવત રહેશે. આદેશ અનુસાર શાળા, કોલેજ, ધાર્મિક સ્થળ તથા કાર્યક્રમ સ્થળ આ દરમિયાન બંધ રહેશે, જ્યારે બેન્ક માટે વહીવટી કાર્ય માટે ખુલશે. સરકારી કાર્યાલયોમાં કામકાજ ચાલતુ રહેશે. આ રીતે નાગપુરમાં પણ વીકેન્ડ પર લૉકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય અહીં જાહેર સમારહો અને રેલીઓ પર પ્રતિબંધ યથાવત છે. માસ્ક ન પહેરવા પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

Covid-19 / વધતા કોરોનાનાં કેસ પર તમિલનાડુ સરકારનું કડક વલણ, આ તારીખ સુધી વધાર્યુ Lockdown

Coronavirus: Maharashtra's Amravati District Starts 1-Week Lockdown Tomorrow

Political / વડાપ્રધાન મોદી જમીન સાથે જોડાયેલા નેતા, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે કર્યા વખાણ

આ પહેલા અમરાવતી અને અચલપુરમાં ગત 22 ફેબ્રુઆરીએ સંપૂર્ણ લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેને એક સપ્તાહ વધારી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસના આઠ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. નિષ્ણાંતો તે માટે લોકોની બેદરકારી અને હોમ આઇસોલેશનના નિયમોનું પાલન ન કરવાને જવાબદાર ઠેરવી રહ્યાં છે. એક વાર સુધર્યા બાદ જે રીતે પ્રદેશમાં સ્થિતિ ખરાબ થી રહી છે, તેનાથી રાજ્યભરમાં એકવાર ફરી લૉકડાઉન લગાવવાની નોબત આવી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…