ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલ બાદ હવે તહેવારોની સીઝનમાં ફૂલોનાં ભાવમાં થયો તોતીંગ વધારો

તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે આ મોંઘવારીની માર સામાન્ય નાગરિકોની ખૂબ પરેશાન કરી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર હવે ફૂલોનાં ભાવમાં તોતીંગ વધારો ઝીંકાયો છે. 

Top Stories Gujarat Vadodara
ફૂલોનાં ભાવમાં વધારો

એક તરફ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત ભડકો થઇ જ રહ્યો છે, ત્યારે તેની સીધી અસર અન્ય વસ્તુઓ પર પણ પડી રહી છે. તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે આ મોંઘવારીની માર સામાન્ય નાગરિકોની ખૂબ પરેશાન કરી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર હવે ફૂલોનાં ભાવમાં તોતીંગ વધારો ઝીંકાયો છે.

ફૂલોનાં ભાવમાં વધારો

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી થયો વધારો, મુંબઈમાં 113 રૂપિયે પહોંચ્યુ પેટ્રોલ

આપને જણાવી દઇએ કે, દિવાળીનો તહેવાર હવે નજીક છે ત્યારે આ તહેવારમાં ફૂલોનું એક ખાસ મહત્વ રહ્યુ હોય છે. લોકો આ તહેવારમાં મોટી સંખ્યામાં ફૂલોની ખરીદી કરતા હોય છે પરંતુ આ વર્ષે ફૂલોનાં તોતીંગ વધારાએ લોકોને જાણે ફૂલોથી દૂર કરી દીધા હોય તેવુ લાગી રહ્યુ છે. જી હા, વડોદરામાં ફૂલોનાં વેપારીઓએ ભાવમાં અચાનક વધારો ઝીંકી લોકોને મોંઘા ફૂલ ખરીદવા મજબૂર કરી દીધા છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો અને બીજી તરફ આ વર્ષે રાજ્યમાં વરસાદ મન મૂકીને પડ્યો હોવાથી ફૂલોની આવક પણ ઘટી છે. આ પણ એક કારણ છે કે આજે તહેવારની સીઝનમાં પણ ફૂલોનો ભાવ આસમાને પહોંચી ગયો છે. જણાવી દઇએ કે, જે ફૂલો પહેલા 40 થી 50 રૂપિયા કિલો મળતા હતા તે આજે 100 થી 300 રૂપિયા કિલોનાં ભાવે મળી રહ્યા છે.

ફૂલોનાં ભાવમાં વધારો

આ પણ વાંચો – મોટા સમાચાર / અમેરિકાનાં ડ્રોન હુમલામાં અલ-કાયદાનાં ટોપ કમાન્ડરનું મોત

જણાવી દઇએ કે, નોરતા પહેલા જે ફૂલોનો ભાવ હતો તેની સરખામણીએ આજે ફૂલોનાં ભાવમાં 5 થી 6 ગણો વધારો થયો છે. જે ગુલાબનું ફૂલ પહેલા 50 થી 60 રૂપિયા કિલો મળતા હતા તે આજે 300 રૂપિયા કિલો બજારમાં વેચાઇ રહ્યા છે. ઉપરાંત ગલગોટાનાં ફૂલ પહેલા 10 થી 20 રૂપિયા કિલોનાં ભાવે મળતા હતા તે આજે 30 થી 40 રૂપિયા કિલોનાં ભાવે વેચાઇ રહ્યા છે. લીલી 150 થી 200 રૂપિયા કિલોનાં ભાવે વેચાઇ રહ્યા હતા તે આજે 300 રૂપિયા કિલોનાં ભાવે વેચાઇ રહ્યા છે. સૂર્યમુખી 30 થી 60 રૂપિયા કિલોનાં ભાવે મળતા હતા તે આજે 120 થી 150 રૂપિયા કિલોનાં ભાવે વેચાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસોનાં વિરામ બાદ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. શનિવારે ઈન્ડિયન ઓઇલે પેટ્રોલની કિંમતમાં 35 પૈસા અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો કર્યો છે. જેના કારણે સામાન્ય નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…