ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી થયો વધારો, મુંબઈમાં 113 રૂપિયે પહોંચ્યુ પેટ્રોલ

ક્રૂડ ઓઈલ સતત મોંઘુ થઈ રહ્યું છે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારાનું આ જ મુખ્ય કારણ છે. છેલ્લા બે મહિનામાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં 20 ટકાનો વધારો થયો છે.

Top Stories Business
પેટ્રોલ-ડીઝલ ભાવ

થોડા દિવસોનાં વિરામ બાદ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. શનિવારે ઈન્ડિયન ઓઇલે પેટ્રોલની કિંમતમાં 35 પૈસા અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો કર્યો છે. આ કિંમત બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 107.24 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત 95.97 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો – અમેરિકા કરશે સુરક્ષા / જો ચાઈના તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકા સુરક્ષા કરશે : જો બિડેન,અમેરિકી રાષ્ટ્રપતિ

ક્રૂડ ઓઈલ સતત મોંઘુ થઈ રહ્યું છે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારાનું આ જ મુખ્ય કારણ છે. છેલ્લા બે મહિનામાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. બે દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત સપ્તાહે માત્ર બે દિવસ સિવાય પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. ગયા મહિનેથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધવા લાગ્યા છે. વચ્ચે થોડા દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કાચા તેલની કિંમત 85 ડોલરને પાર પહોંચી ગઈ છે. પેટ્રોલની કિંમતો પર નજર કરીએ તો છેલ્લા 20 દિવસમાં પેટ્રોલ 6.35 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. પેટ્રોલ કરતા ડીઝલમાં વધુ વધારો થયો છે. વ્યવસાયનાં દૃષ્ટિકોણથી ડીઝલ બનાવવું પેટ્રોલ કરતાં મોંઘું પડે છે. પરંતુ ભારતમાં ઓપન માર્કેટમાં પેટ્રોલ મોંઘુ વેચાય છે અને ડીઝલ સસ્તું છે. 24 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ડીઝલની આગ આજે પણ અટકી નથી. પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થયું છે. છેલ્લા 23 દિવસમાં જ તે 7.35 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

આ પણ વાંચો – IPLની નવી ટીમ / IPL ની 2 નવી ટીમ ખરીદવા માટે દીપિકા રણવીર સહિત આ દિગ્ગજો રેસમાં,25મીએ થશે જાહેરાત

પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. તમે પેટ્રોલ અને ડીઝલનો દૈનિક દર SMS દ્વારા પણ જાણી શકો છો (ડીઝલ પેટ્રોલની કિંમત દરરોજ કેવી રીતે તપાસવી). ઈન્ડિયન ઓઈલનાં ગ્રાહકો 9224992249 નંબર પર RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને અને BPCL ગ્રાહકો 9223112222 નંબર પર RSP લખીને માહિતી મેળવી શકે છે. વળી, HPCL નાં ગ્રાહકો HPPrice લખીને અને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.