National Film Awards/ 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અજય દેવગન અને સુર્યાને નામે,જાણો સંપૂર્ણ યાદી

દેશના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી રહી છે. 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ફિલ્મની વિવિધ શૈલીઓ અને ભાષાઓના શ્રેષ્ઠ અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે.

Top Stories Trending Entertainment
10 2 8 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અજય દેવગન અને સુર્યાને નામે,જાણો સંપૂર્ણ યાદી

દેશના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી રહી છે. 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ફિલ્મની વિવિધ શૈલીઓ અને ભાષાઓના શ્રેષ્ઠ અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. ફિલ્મ નિર્માતા વિપુલ શાહ આ વર્ષના ફિલ્મ એવોર્ડ માટે 10 સભ્યોની જ્યુરીની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ ફિલ્મ પુરસ્કારો 2020માં પ્રમાણિત ફિલ્મોને આપવામાં આવ્યા છે. ‘જસ્ટિસ ડિલેડ બટ ડિલિવર્ડ’ અને ‘થ્રી સિસ્ટર્સ’ને 68માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં સામાજિક મુદ્દાઓ પરની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

જયારે જુદી-જુદી કેટેગરીમાં જુદા-જુદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે જેમાં શ્રેષ્ઠ અભિનેતા સુર્યાને  સૂરોરાય પોત્રુ અને તાનાજી માટે અજય દેવગને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. તો  શ્રેષ્ઠ ફિલ્મ સોરોરાઈ પોત્રુ અને અયપ્પનમ કોશિયામને સાચી માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે.

10 2 9 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અજય દેવગન અને સુર્યાને નામે,જાણો સંપૂર્ણ યાદી

આ ઉપરાંત તાન્હાજીને શ્રેષ્ઠ મનોરંજન પ્રદાન કરતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. તો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપર્ણા બાલામુરલીને સૂરરાય પોત્રુ માટે મળ્યો હતો. શ્રેષ્ઠ સહાયક અભિનેતા, બિજુ મેનનને અયપ્પનમ કોશિયામ માટે એવોર્ડ મળ્યો છે. અને શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ જીવી પ્રકાશને ફાળે જાય છે. સિનેમાના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ ધ લોન્ગેસ્ટ કિસ કિશ્વર દેસાઈને આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જયારે બેસ્ટ લિરિક્સ માટે સાઈના, મનોજ મુન્તાશીર, શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર, નચમ્મા, એકે અયપમ કોશિયામ, શ્રેષ્ઠ પુરૂષ ગાયક, રાહુલ દેશપાંડે, મીવસંતરાવ ફિલ્મ અને વિશાલ ભારદ્વાજને 1232 કિલોમીટર મરેંગે ત્યાં જવા માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

શ્રેષ્ઠ ફીચર ફિલ્મની વાત કરીએ તો જુદી-જુદી ભાષાની ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં..

અંગ્રેજી: તુલસીદાસ જુનિયર, મૃદુલ તુલસીદાસ

હરિયાણવી: દાદા લક્ષમી, ડિરેક્ટર યશપાલ શર્મા

દિમાસા: સેમખોર, એમી બરુઆ

તુલુ: જીતશે, સંતોષ માડા

તેલુગુ: કલર ફોટો, અંગીરેકુલા સંદીપ રાજ

તમિલ: શિવરંજિનિયમ ઈન્મી સિલા પેંગલમ, વસંત એસ સાઈ

મલયાલમ: થિંકલાકઝા નિશ્યમ, પ્રસન્ન સત્યનાથ હેગડે

મરાઠી: ઘોષથા એકા પૈથાંચી, શાંતનુ

બંગાળી: અવિજાત્રિક, શુભ્રજિત મિત્ર

આસામી: પુલ, કૃપાલ કલિતા.

10 2 10 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અજય દેવગન અને સુર્યાને નામે,જાણો સંપૂર્ણ યાદી

જયારે નોન ફીચર ફિલ્મ માટે આરવી રામાણીને ફિલ્મ ઓહ ધેટસ ભાનુ માટે બેસ્ટ નોન ફીચર ફિલ્મમાં બેસ્ટ ડિરેક્શનનો એવોર્ડ મળ્યો છે. કૌટુંબિક મૂલ્યો પર શ્રેષ્ઠ ફિલ્મ માટે કુમકુમારચન, અભિજીત અરવિંદ દલવિકને એવોર્ડ મળ્યો છે. જયારે શ્રેષ્ઠ દિગ્દર્શન માટે ઓહ ધેટસ ભાનુ, આરવી રામાણી, શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી, સબદીકુન્ના કલપ્પા, નિખિલ એસ પ્રવીણ, શ્રેષ્ઠ ઓડિયોગ્રાફી પર્લ ઓફ ધ ડેઝર્ટ, અજીત સિંહ રાઠોડ. બેસ્ટ નરેશન વોઈસઓવર, રેપ્સોડી ઓફ રેન્સ – કેરળ મોનસૂન, શોભા થરૂર શ્રીનિવાસન. શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન, 1232 કિમી – મરેંગે તો વહી જાર, વિશાલ ભારદ્વાજ. બેસ્ટ એડિટિંગ, બોર્ડરલેન્ડ્સ, આડી અથાલી અને લોકેશન સાઉન્ડ પર શ્રેષ્ઠનો એવોર્ડ જાદુઈ જંગલ, સંદીપ ભાટી અને પ્રદીપ લખવારને મળ્યો છે.