તાલિબાન/ તાલિબાનનો સુપ્રીમો હૈબતુલ્લાહ અખુંદઝાદાએ કહ્યું ‘અભી હમ જિંદા હૈ’

તાલિબાનનો સર્વોચ્ચ નેતા હૈબતુલ્લાહ અખુંદઝાદા આખરે લોકોની સામે આવી ગયો છે. અખુંદઝાદાએ દક્ષિણ અફઘાન શહેર કંદહારમાં સમર્થકોને સંબોધિત કર્યા

Top Stories World
taliban 2 તાલિબાનનો સુપ્રીમો હૈબતુલ્લાહ અખુંદઝાદાએ કહ્યું 'અભી હમ જિંદા હૈ'

લાંબા સમયથી ગુમ થયેલા તાલિબાનનો સર્વોચ્ચ નેતા હૈબતુલ્લાહ અખુંદઝાદા આખરે લોકોની સામે આવી ગયો છે. અખુંદઝાદાએ દક્ષિણ અફઘાન શહેર કંદહારમાં સમર્થકોને સંબોધિત કર્યા. નોંધનીય છે કે અખુંદઝાદા 2016 થી અહીં ઇસ્લામિક પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરી રહ્યો હતો. પરંતુ તે લાંબા સમય સુધી ભૂગર્ભમાં હતો. તાલિબાને ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ પણ તે સામે આવ્યો નથી પરતું એક મદરસામાં સામે આવીને જીવિત હોવાનો પુરાવો આપ્યો છે,તેણે કહ્યું હુ જીવિત છું.

હૈબતુલ્લા અખુંદઝાદા લાંબા સમય સુધી ગુમ થવા અને તાલિબાન સરકારમાં કોઈ ભૂમિકા ન હોવા અંગે વિવિધ અફવાઓ ફેલાઈ રહી હતી. અમુક સમયે, અખુંદઝાદાના મૃત્યુનો ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તાલિબાન અધિકારીઓના જણાવ્યા અનુસાર તે શનિવારે દારુલ ઉલૂમ હકીમા મદરેસામાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેમણે સૈનિકો અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત હતી. અહીં સુધી કે કોઈને પણ ફોટા અને વીડિયો બનાવવાની છૂટ નહોતી. જો કે, તાલિબાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર દસ મિનિટની ઓડિયો ક્લિપ શેર કરવામાં આવી છે.

આ ઓડિયો મેસેજમાં અખુંદઝાદા ‘અમીરુલ મોમીનેન’ કહીને સંબોધવામાં આવી રહ્યા છે. તેનો અર્થ ટ્રસ્ટીઓનો કમાન્ડર છે. આ દરમિયાન અખુંદઝાદા ધાર્મિક સંદેશ આપી રહ્યા છે. જો કે આ ભાષણમાં તેઓ રાજનીતિ વિશે વાત નથી કરી રહ્યા. પરંતુ તાલિબાન ચોક્કસપણે નેતૃત્વ પર અલ્લાહની દયાની વાત કરી રહ્યું છે. આ દરમિયાન અખુંદઝાદા તાલિબાન શહીદો, ઘાયલો અને અન્ય લોકો માટે સર્વશક્તિમાનને પ્રાર્થના કરી રહ્યા છે. 2016માં યુએસ ડ્રોન હુમલામાં મુલ્લા અખ્તર મંસૂર માર્યા ગયા બાદ અખુંદઝાદાને તાલિબાનનો નેતા બનાવવામાં આવ્યો હતો.