Not Set/ કાલથી થઇ રહ્યા છે આ ફેરફાર, લોકોના ખિસ્સા પર પડશે સીધી અસર…

ફેરફારો બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમત સુધીના હોઈ શકે છે. ચાલો જાણીએ આવા 5 ફેરફારો વિશે જે 1લી નવેમ્બરથી લાગુ થશે.

Business
Untitled 575 કાલથી થઇ રહ્યા છે આ ફેરફાર, લોકોના ખિસ્સા પર પડશે સીધી અસર...

દિવાળી અને ધનતેરસ ના  તહેવાર ને હવે  ગણતરી ના  જ દિવસો  બાકી છે ત્યારે મોંઘવારી ખૂબ ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. તેમજ કાલથી  એટલે કે નવેમ્બરથી ઘણા ફેરફારો થવાના છે. આ ફેરફારોને કારણે સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ માર પડી શકે છે. આ ફેરફારો બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમત સુધીના હોઈ શકે છે. ચાલો જાણીએ આવા 5 ફેરફારો વિશે જે 1લી નવેમ્બરથી લાગુ થશે.

જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારી પાસેથી 1લી નવેમ્બરથી વિશેષ ચાર્જ લેવામાં આવશે. આવતા મહિનાથી, તમારે બેંકમાં પૈસા જમા કરવા અથવા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ મર્યાદાથી વધુ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા પર લાગુ થશે. ગ્રાહકો 3 વખત સુધી ફ્રીમાં પૈસા જમા કરાવી શકશે, પરંતુ તે પછી તેમણે 40 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ આ નિયમ જનધન ખાતા ધારકો પર લાગુ થશે નહીં. આ સિવાય પૈસા ઉપાડવા પર 100 રૂપિયા આપવા પડશે.

ભારતીય રેલ્વેએ 1લી નવેમ્બરથી દેશભરની ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર કરવાનો નિર્ણય હકીકતમાં પહેલા જ કરી લેવામાં આવ્યો હતો. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 1 ઓક્ટોબરથી દેશભરની ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવશે, પરંતુ બાદમાં તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવ્યો હતો. લગભગ 13 હજાર પેસેન્જર ટ્રેનો અને 7 હજાર ગુડ્સ ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં દેશની લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થશે.

આ પણ વાંચો ;ડ્રગ્સ કેસ / આર્યન બાદ હવે મુનમુન ધામેચા પણ જેલમાંથી થઈ મુક્ત, ભાયખલા જેલમાં હતી બંધ

ગેસ સિલિન્ડર બુક કરવાની પદ્ધતિ પણ આવતા મહિને એટલે કે 1લી નવેમ્બરથી બદલાશે. નવા નિયમ અનુસાર ગેસ બુકિંગ માટે ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. ગેસ સિલિન્ડર ઘરે પહોંચાડનાર ડિલિવરી બોયને આ OTP જણાવવો પડશે. નવા સિલિન્ડરની ડિલિવરી પોલિસી હેઠળ ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબર આપનાર ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

તેલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી એવું જોવામાં આવી રહ્યું છે કે ગેસ સિલિન્ડરની કિંમતો સતત વધી રહી છે. આવી સ્થિતિમાં આ વખતે પણ ગેસ સિલિન્ડરની કિંમતો વધી શકે છે. જોકે કિંમતો વધે કે ન વધે, ભલે તેમાં કોઈ ફેરફાર ન થાય, પરંતુ કંપનીઓ કિંમતોની સમીક્ષા જરુર કરશે.

આ પણ વાંચો ;સલમાને આપ્યા વચન / સિંઘમની સાથે નજરે આવશે ચુલબુલ પાંડે, સલમાને રોહિત શેટ્ટીને આપ્યું વચન