Not Set/ હવે ફેસબુક પણ ભારતના ઈ-કોમર્સના માર્કેટમાં મારશે એન્ટ્રી, એમેઝોન-વોલમાર્ટ સાથે થશે સીધી ટક્કર

દિલ્લી, વિશ્વની પ્રખ્યાત સોશિયલ સાઈટ્સ કંપની ફેસબુક હવે ભારતમાં વધી રહેલા ઈ-કોમર્સના બિઝનેસમાં પગ પેસારો કરવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે હવે ભારતમાં ફેસબુકને દુનિયાની સૌથી મોટી રિટેલર કંપની એમેઝોન અને વોલમાર્ટ સાથે સંઘર્ષ કરવો પડી શકે છે. નોધનીય છે કે, ફેસબુક આ પહેલા વોટ્સએપ દ્વારા ભારતના પેમેન્ટ સેક્ટરમાં એન્ટ્રી લઇ ચુકી છે. માનવામાં આવી […]

Business
Facebook હવે ફેસબુક પણ ભારતના ઈ-કોમર્સના માર્કેટમાં મારશે એન્ટ્રી, એમેઝોન-વોલમાર્ટ સાથે થશે સીધી ટક્કર

દિલ્લી,

વિશ્વની પ્રખ્યાત સોશિયલ સાઈટ્સ કંપની ફેસબુક હવે ભારતમાં વધી રહેલા ઈ-કોમર્સના બિઝનેસમાં પગ પેસારો કરવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે હવે ભારતમાં ફેસબુકને દુનિયાની સૌથી મોટી રિટેલર કંપની એમેઝોન અને વોલમાર્ટ સાથે સંઘર્ષ કરવો પડી શકે છે. નોધનીય છે કે, ફેસબુક આ પહેલા વોટ્સએપ દ્વારા ભારતના પેમેન્ટ સેક્ટરમાં એન્ટ્રી લઇ ચુકી છે.

માનવામાં આવી રહ્યું છે કે, ફેસબુક માર્કેટપ્લસ સાથે જુન મહિનામા એક સોફ્ટલોન્ચ કરી શકે છે. ફેસબુક દ્વારા પોતાના માર્કેટપ્લસ પર પ્રોડ્કટ અપલોડ કરવા તેમજ ઓર્ડર કરવા માટે એક નવું ટુલ્સ બનાવવામાં આવશે.

આ ઉપરાંત ચાલુ વર્ષના અંતમાં આ માર્કેટપ્લસ પર પેમેન્ટ એડ કરવા માટે ઓપ્શન આપવામાં આવશે. જો કે આ પહેલા ફેસબુક દ્વારા પોતાના ગ્રાહકો માટે સેલર્સના ફેસબુક પેજ અથવા તો વેબસાઈટ દ્વારા તેની શરૂઆત કરવામાં આવશે.

મહત્વનું છે કે, ફેસબુક દ્વારા ભારતમાં ૬ મહિના પહેલા જ કન્ઝ્યુમર – ટુ – કન્ઝ્યુમર ઈન્ટરફેસ તરીકે પોતાનું માર્કેટપ્લસ લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ ફેસબુકના આ પગલાને લોકોએ પણ સારો રિસ્પોન્સ આપ્યો હતો.

ફેસબુકના એક પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું, “અમારા દ્વારા ગત નવેમ્બર મહિનામાં સૌથી પહેલા માર્કેટપ્લસને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ કંપની સતત લોકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અમે આગળ પણ આ જ પ્રમાણે લોકોની જરૂરતોને ધ્યાનમાં રાખતા રહીશું.

મહત્વનું છે કે, ભારતમાં ઓનલાઈન રિટેલ માર્કેટ  વર્ષના અંતમાં ૨૭ બિલિયન ડોલર સુધી પહોચી શકે છે. આ કારણે ભારતમાં વધતા ઈ-કોમર્સના બિઝનેસમાં હવે ગ્લોબલ રિટેલર્સની કંપનીઓની નજર પણ હવે ઇન્ડિયા પર છે.