ગુજરાત/ વડોદરાની મહી નદીમાંથી એક સાથે મળ્યા ચાર યુવકોના મૃતદેહ, પોલીસ થઇ દોડતી

મહી નદીમાંથી એક બે નહીં પરંતુ એક સાથે ચાર યુવકના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 05 23T154048.482 વડોદરાની મહી નદીમાંથી એક સાથે મળ્યા ચાર યુવકોના મૃતદેહ, પોલીસ થઇ દોડતી

Vadodara News: રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે આવામાં લોકો ઠંડકમાં વોટર પાર્ક, તળાવ કે નદીમાં ન્હાવા માટે જતા હોય છે અને દુર્ઘટનાનો ભોગ બનતા હોય છે. દરમિયાન વડોદરા (Vadodara)થી દુખદ ઘટના સામે આવી છે. અહીં મહી નદીમાંથી એક બે નહીં પરંતુ એક સાથે ચાર યુવકના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ આ ચારેય મૃતદેહને પોલસ દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા છે.

મળતી માહિતી અનુસાર, વડોદરાની મહી નદીમાંથી એક સાથે ચાર યુવકોના મૃતદેહ મળતા પોલીસ દોડતી થઇ છે. કોટના તરફથી સિંધરોટ મૃતદેહ તણાઈ આવ્યા હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. હાલ સ્થાનિક તરવૈયાઓ દ્વારા ચારેય મૃતદેહ બહાર કઢાયા છે અને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. એક સાથે ચાર મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથધરી છે.

વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદીના લાછનપુર, કોટના, સિંધરોટ જેવા સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ન્હાવા માટે જતા હોય છે. ત્યારે કોટના પાસે મહીસાગર નદીમાં નાહવા ગયેલા ચાર યુવાનો મહિના નદીના ધસમસતા પાણીમાં તણાઈ જતા ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. આ બનાવને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે. મહત્વનું છે કે, મનાઈ હોવા છતાંય  લોકો મહી નદીની મુલાકાત લેવા આવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘ભગવાન જગન્નાથ PM મોદીના ભક્ત’ નિવેદનનો વીડિયો વાયરલ થતા ભાજપ નેતા સંબિત પાત્રાએ માંગી માફી

આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં ચુકાદો

આ પણ વાંચો: PM મોદી અને રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓએ રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ