સિટિ બસનો સહારો/ સંચાલકોની મૂંઝવણ, ‘ભાવ વધારો કરવો કે માનવતા દાખાવવી’

આર્થિક બોજો સહન કરતી સિટિ બસ સેવાની આવકમાં અચાનક વધારો નોંધાયો છે.અચાનક મુસાફરો ની સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો છે

Gujarat Vadodara
સિટિ બસ
  • સિટિ બસમાં પેસેન્જરોની સંખ્યા વધી
  • દસ હજારથી 80 થી 90 હજારે પહોચ્યો
  • સી.એન.જી ગેસની કિંમતમાં પણ વધારો
  • સિટિ બસ સેવાના માથે બોજો વધ્યો

સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે કોરોના કાળથી જ આર્થિક બોજો સહન કરતી સિટિ બસ સેવાની આવકમાં અચાનક વધારો નોંધાયો છે. ત્યારે સિટિ બસ સંચાલક નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસથી સિટિ બસમાં પેસેન્જરોની સંખ્યા દસ હજારથી વધી 80 થી 90 હજારે પોહચી છે. ત્યારે હાલ સી.એન.જી ગેસની કિંમતમાં પણ વધારો થયો છે જેથી સીટી બસ સેવાના માથે બોજો વધ્યો છે પરંતુ નાગરિકોની આર્થિક સ્થિતિને જોતા સંચાલકો દ્વારા બસના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરાયો નથી.

કોરોના કાળથી જ આર્થિક બોજો સહન કરતી સિટિ બસ સેવાની આવકમાં અચાનક વધારો નોંધાયો છે.અચાનક મુસાફરો ની સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો છે સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ ના કારણે લોકો હવે પોતાના ખાનગી વેહિકલ નો ઉપયોગ ટાળી રહ્યા છે ને પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ નો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

 a 29 3 સંચાલકોની મૂંઝવણ, ‘ભાવ વધારો કરવો કે માનવતા દાખાવવી’

દેશ માં સતત વધી રહેલી મોંઘવારી ના કારણે સામાન્ય નાગરિક પરેશાન છે તેમાંય પેટ્રોલ ડીઝલની કિંમતમાં ધરખમ વધારો થતાં વિદ્યાર્થીઓ સહિત નોકરિયાત વર્ગ મુશ્કેલી માં મુકાયો છે.મર્યાદિક આવક માં ગુજરાન કેવી રીતે ચલાવવુ તે સૌથી મોટો સવાલ છે ત્યારે હવે નાગરિકો ને પેટ્રોલ ના ભાવ ન પોસાતા પોતાના વિહિકલો ભૂલી પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ તરફ વળ્યાં છે જેના કારણે સિટિ બસ સેવામાં પેસેન્જરો ની સંખ્યા વધતા સંચાલકો ની આવક માં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે.

a 29 4 સંચાલકોની મૂંઝવણ, ‘ભાવ વધારો કરવો કે માનવતા દાખાવવી’

તો બીજી તરફ સિટિ બસ ના સંચાલક નરેન્દ્રસિંહ રાણા એ જણાવ્યું હતું કે કોરોના ના કારણે સિટિ બસમાં પેસેન્જરોની સંખ્યા ઘટી ને માત્ર દસ હજાર થઈ ગઈ હતી.સાથેજ પેસેન્જર ન હોવાના કારણે કેટલાક રુટ પણ રદ્દ કરવામાં આવ્યા હતા.હાલ સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે ખાનગી વિહિકલ નાગરિકો ને પોસાય તેમ નથી.જેના કારણે છેલ્લા દસ દિવસ થી સિટિ બસમાં પેસેન્જરો ની સંખ્યામાં અચાનક વધારો નોંધાયો છે.જેના કારણે પેસેન્જરો ની સંખ્યા દસ હજાર થી વધી 80 થી 90 હજારે પોહચી છે.હાલ સી.એન.જી ગેસની કિંમત માં પણ વધારો થયો છે જેથી સિટિ બસ સેવાના માથે બોજો વધ્યો છે પરંતુ નાગરિકો ની આર્થિક સ્થિતિ ને જોતા સંચાલકો દ્વારા બસ ના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :કેન્દ્રીય મંત્રી અમિત શાહ વધુ એક વાર ગુજરાતના પ્રવાસે, વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજનેતાઓમાં ધમધમાટ શરૂ

આ પણ વાંચો :અડાજણમાં ઓનલાઈન સટ્ટાનું રેકેટ ઝડપાયું, ખુલ્યું દુબઈ કનેક્શન

આ પણ વાંચો :લુણામાં આચાર્યએ વિદ્યાર્થીને માર્યો માર, પોલીસે CCTV કબ્જે કરી હાથધરી તપાસ

આ પણ વાંચો :જનતા પર વધુ એક મોંઘવારીનો માર,હવે સુમુલ ડેરીએ પણ છાશના ભાવમાં કર્યો વધારો