મહીસાગર/ સંતરામપુરમાં લસણની બોરીમાં ગાંજો ભરીને લઈ જઈ રહ્યો હતો એક શખ્સ અને….

અન્ય નશાકારક દ્રવ્યોનો વેપાર કરે છે કેમ એવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે તેમજ પકડાયેલા ગાંજા વિષે પૂછપરછ કરવા સંતરામ પોલીસે નારકોટિક્સ એકટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Others
સંતરામપુર

નશો કરવા માટે કે નશાકારક પદાર્થોની હેરાફેરી કરવા માટે કેવા કેવા ખેલ કરાતા હોય છે. મહીસાગરના સંતરામપુર ના વાંઝિયાખૂટમાંથી મોટા જથ્થામાં ગાંઝો ઝડપાયો છે. ઝડપાયેલા 920 કિલો જેટલા ગાંજાની અંદાજિત કિંમત 27 લાખ રૂપિયાથી પણ વધુ આંકવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંજો

મળતી વિગત અનુસાર મહીસાગરના સંતરામપુરનાં વાંઝિયાખૂટથી મોટા જથ્થામાં ગાંજો પકડાયો છે. સંતામપુર પોલીસને મળેલી બાતમીના આધારે તેમને ચક્રો ગતિમાન કર્યા હતા અને 920 કિલો ગાંજો પકડી પાડ્યો છે. મન્સૂરીથી બામેર ગાંજો લઈને જ્યારે તે શખ્સ જઈ રહ્યો હતો ત્યારે ગાંજો અને શખ્સ બનેને  સંતરામ પોલીસે ઝડપી લીધા હતા. સંતરામપુર પોલીસના આધારે 27  લકહ રૂપિયાથી વધુનો ગાંજો છે. 920 કિલો જેટલો ગાંજો તે શખ્સ લસણની બોરીમાં લઈ જઈ રહ્યો હતો. આ શખ્સ અગાઉ પ-ન આવી હેરાફેરી કરી ચૂક્યો છે કે કેમ, અન્ય નશાકારક દ્રવ્યોનો વેપાર કરે છે કેમ એવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે તેમજ પકડાયેલા ગાંજા વિષે પૂછપરછ કરવા સંતરામ પોલીસે નારકોટિક્સ એકટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગઈકાલની સરખામણીમાં દેશમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, 6,594 નવા કેસ નોંધાયા