Not Set/ કેદારનાથ અને ચમોલીના રસ્તાઓ, પહાડ, મકાન સફેદ ચાદરથી ઢંકાયા

કેદારનાથ, ચમોલી, નંદા દેવી નેશનલ પાર્ક, બુમ્પા ગામ સહિતના વિસ્તારોમાં બરફવર્ષા થઈ.બરફવર્ષાના કારણે ઠેર ઠેર બરફની ચાદર છવાઈ છે. જેના પગલે રમણીય દ્રશ્યો સર્જાયા.

Top Stories India
કેદારનાથ

ઉત્તરાખંડમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ છે. કેદારનાથ, ચમોલી, નંદા દેવી નેશનલ પાર્કમાં બરફ વર્ષા થઈ. તો બરફવર્ષાના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. બીજી તરફ બરફવર્ષાના કારણે પહાડોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.

આ પણ વાંચો : કોરોના રસીઓ ઓમિક્રોન વેરિયન્ટ્સ સામે અસરકારક છે કે નહીં?

a 19 કેદારનાથ અને ચમોલીના રસ્તાઓ, પહાડ, મકાન સફેદ ચાદરથી ઢંકાયા

ઉત્તરાખંડમાં મોસમનો મિજાજ બદલાયો છે. રાજ્યના પહાડી વિસ્તારમાં બરફવર્ષાની શરૂઆત થઈ ગઈ છે. તો મેદાની વિસ્તારમાં પણ મોસમે કરવટ બદલવાનું શરૂ કરી દીધુ છે. કેદારનાથ, ચમોલી, નંદા દેવી નેશનલ પાર્ક, બુમ્પા ગામ સહિતના વિસ્તારોમાં બરફવર્ષા થઈ.બરફવર્ષાના કારણે ઠેર ઠેર બરફની ચાદર છવાઈ છે. જેના પગલે રમણીય દ્રશ્યો સર્જાયા. ત્યારે આવા કુદરતી દ્રશ્યોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા.

a 20 કેદારનાથ અને ચમોલીના રસ્તાઓ, પહાડ, મકાન સફેદ ચાદરથી ઢંકાયા

ઉત્તરાખંડમાં સિઝનની પહેલી બરફવર્ષાએ વાતાવરણ બદલી નાખ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે સિઝનનો પહેલો બરફ પડ્યો છે. આ ક્ષેત્રના વિસ્તારોએ જાણે કે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.લોકોના ઘર, માર્ગો અને પહાડ તમામ બરફથી ઢંકાયેલા જોવા મળ્યા. ચારેતરફ ફેલાયેલી સફેદ ચાદરના કારણે સમગ્ર ઉત્તર ભારતનું તાપમાન પ્રભાવિત થયું છે.દહેરાદૂન, મુક્તેશ્વર સહિતના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો.

આ પણ વાંચો : સરહદો પર ખેડૂતોની હડતાળ ક્યારે સમાપ્ત થશે તે આવતીકાલે સ્પષ્ટ થઈ શકે છે

મહત્વનું છે કે ઉત્તર ભારતનાા પહાડી રાજ્યોમાં બરફવર્ષાના કારણે આગામી દિવસોમાં દેશભરમાં અસર થવાની સંભાવના છે. મોટાભાગના રાજ્યોમાં ઠંડીનો પારો ગગડશે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે.

આ પણ વાંચો : સરહદો પર ખેડૂતોની હડતાળ ક્યારે સમાપ્ત થશે તે આવતીકાલે સ્પષ્ટ થઈ શકે છે

આ પણ વાંચો : ઓમિક્રોન વેરિઅન્ટ કોરોનાથી પ્રભાવિત લોકોને પણ સંક્રમિત કરી શકે છે!

આ પણ વાંચો :આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર દુર્ઘટના, દિલ્હીના ત્રણ યુવકોના મોત