Not Set/ પીએમ મોદી સાથે વાત કરતાં રડી પડયાં ભારતીય મહિલા ખેલાડી, કહ્યું – સૌએ શાનદાર પ્રદર્શન કર્યુ…

પીએમ મોદી સાથે વાત કરતાં સમયે ખેલાડીઓ ભાવુક થયા હતા. પીએમ મોદીએ મહિલા ટીમનો જુસ્સો વધારતા જણાવ્યું કે, ઓલિમ્પિકમાં તમામ ખેલાડીઓએ સારું….

Top Stories Sports
પીએમ મોદી

ભારતીય મહિલા હોકી ટીમનું ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચવાનું સપનું બુધવારે તૂટી ગયું. અર્જેન્ટિનાએ બુધવારે ટોક્યો ઓલિમ્પિકની સેમીફાઇનલ મેચમાં ભારતીય ટીમને 2-1થી હરાવી હતી. ભારતીય ટીમે આ મેચની શરૂઆત સારી કરી હતી, પરંતુ અર્જેન્ટિનાએ પાછા આવીને મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમે આ મેચમાં આકરી સ્પર્ધા આપી હતી. પીએમ મોદીએ મેચ બાદ ટ્વીટ કરીને ભારતીય ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. આ પછી, પીએમ મોદીએ ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ અને સોજર્ડ મારીજને સાથે ફોન પર વાત કરી અને ટીમની રમતની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો :બ્રિટન સામે ભારતીય મહિલા હોકી ટીમની હાર, ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી

આ પણ વાંચો :ભારતીય પહેલવાન બજરંગ પુનિયા પહોંચ્યા સેમીફાઇનલમાં, ઇરાની ખેલાડીને આપી મ્હાત

પીએમ મોદીએ મહિલા હોકી ટીમ સાથે વાતચીત કરી હતી. ટોકિયો ઓલિમ્પિકમાં હાર બાદ નિરાશ થયેલી મહિલા ટીમનું પીએમ મોદીએ મનોબળ વધાર્યું હતું. પીએમ મોદી સાથે વાત કરતાં સમયે ખેલાડીઓ ભાવુક થયા હતા. પીએમ મોદીએ મહિલા ટીમનો જુસ્સો વધારતા જણાવ્યું કે, ઓલિમ્પિકમાં તમામ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. જેના કારણે કોઈએ નિરાશ થવાની જરૂર નથી. કોઈની મહેનત બેકાર નહીં જાય.

આ પણ વાંચો :કોહલીની વિકેટ લીધા બાદ અનિલ કુમ્બલેને યાદ કરવા લાગ્યો Anderson

ભારતીય ટીમે આ મેચની સારી શરૂઆત કરી અને ગુરજીત કૌરે પ્રથમ ક્વાર્ટરની બીજી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી. જો કે, અર્જેન્ટિનાએ બીજા ક્વાર્ટરમાં ઉછાળ્યું અને કેપ્ટન મારિયા નોએલ બેરિયોનેવોએ ગોલ કરીને સ્કોરને 1-1થી બરાબરી પર લાવી દીધો. બીજા ક્વાર્ટરમાં સ્કોર સમાન રહ્યો પછી, મારિયાએ ત્રીજા ક્વાર્ટરમાં ફરી ગોલ કરીને ટીમને 2-1ની લીડ અપાવી. આ પછી ભારતીય ટીમ વાપસી કરી શકી નહીં અને મેચ હારી ગઈ.

આ પણ વાંચો :કુશ્તીમાં ભારતની વધુ એક છલાંગ, બજરંગ પુનિયા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ પીએમ મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં કેપ્ટન મનપ્રીત સિંહ, મુખ્ય કોચ ગ્રેહામ રીડ અને સહાયક કોચ પિયુષને ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ પછી ઓલિમ્પિક મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં ગુરુવારે પ્લે-ઓફ મેચમાં જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ  જીત્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) એ એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં વડાપ્રધાન મોદી મનપ્રીત, રીડ અને દુબે સાથે ફોન પર વાત કરી હતી.

વડાપ્રધાન મોદીએ મનપ્રીતને કહ્યું, “અભિનંદન. તમને અને પૂરી ટીમને. તમે અદ્ભુત કામ કર્યું છે, સમગ્ર દેશ નૃત્ય કરી રહ્યો છે.” વડાપ્રધાને કહ્યું કે, બેલ્જિયમ સામેની હાર બાદ મનપ્રીતનો અવાજ ઢીલી હતી, પરંતુ આજે સંપૂર્ણ ઉત્સાહ છે. તેમણે કહ્યું કે, તે દિવસે તમારો અવાજ ઢીલો હતો. આજનો દિવસ ઉત્સાહથી ભરેલો છે. તમારી મહેનત કામ કરી રહી છે. મારી તરફથી તમામ ખેલાડીઓને અભિનંદન. અમે 15 ઓગસ્ટનાં રોજ મળી રહ્યા છીએ, મેં બધાને બોલાવ્યા છે, તે દિવસે મળીશું.”