Not Set/ સુરત: અપહરણ બાદ બાળકનો છૂટકારો, મહારાષ્ટ્રથી ઝડપાયા અપહરણકારો

સુરત, સુરતના ભટાર વિસ્તારમાં અપહરણ કરાયેલ આઠ વર્ષીય બાળકનું અપહરણ બાદ છૂટકારો થયો હતો. પોલીસે અપહરણકારોની મહારાષ્ટ્ર માંથી ધરપકડ કરી છે. ઉલ્લેખનિય છે કે 7 તારીખે સુરતના ભટાર વિસ્તારમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને બાઈક પર મહારાષ્ટ્ર નજીક લઈ જવામાં આવ્યો હતો. જ્યા આરોપીઓ ઢાબા પર જમવા રોકાયા હતા જેના હોટલ માલિકને શંકા […]

Top Stories Gujarat Surat
mantavya 215 સુરત: અપહરણ બાદ બાળકનો છૂટકારો, મહારાષ્ટ્રથી ઝડપાયા અપહરણકારો

સુરત,

સુરતના ભટાર વિસ્તારમાં અપહરણ કરાયેલ આઠ વર્ષીય બાળકનું અપહરણ બાદ છૂટકારો થયો હતો. પોલીસે અપહરણકારોની મહારાષ્ટ્ર માંથી ધરપકડ કરી છે.

ઉલ્લેખનિય છે કે 7 તારીખે સુરતના ભટાર વિસ્તારમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને બાઈક પર મહારાષ્ટ્ર નજીક લઈ જવામાં આવ્યો હતો.

જ્યા આરોપીઓ ઢાબા પર જમવા રોકાયા હતા જેના હોટલ માલિકને શંકા જતા બાળક પાસેથી તેના પિતાનો નંબર લઈ તેના પિતાને જાણ કરી હતી અને હોટલ માલિકે પોલીસ બોલાવી આરોપીઓને પોલીસના હવાલે કર્યા હતા.

બાળકનો કબજો મળતા પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.