ધ્રાંગધ્રા શહેરમાં/ ભર ઉનાળે પીવાના પાણીનો પોકાર, પાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ

ધ્રાંગધ્રા શહેરમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા મુશ્કેલીરૂપ બની છે. ધ્રાંગધ્રા વોર્ડ નં. 5 માં પાણીની રામાયણ સર્જાતા મહિલાઓ રોષે ભરાઇ હતી

Gujarat
11 1 7 ભર ઉનાળે પીવાના પાણીનો પોકાર, પાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ

ધ્રાંગધ્રા શહેરમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા મુશ્કેલીરૂપ બની છે. ધ્રાંગધ્રા વોર્ડ નં. 5 માં પાણીની રામાયણ સર્જાતા મહિલાઓ રોષે ભરાઇ હતી. અને ધ્રાંગધ્રા પાલિકાની કચેરી ઉપર ધસી ગઇ હતી. જ્યાં સત્તાધિશો સામે ભારે આક્રોશ સાથે હલ્લાબોલ કરી દેકારો મચાવી દીધો હતો.

ધ્રાંગધ્રા શહેરનાં વોર્ડ નં. 5માં આવતા ખરાવાડ, ડો. આંબેડકરનગર સહિતના વિસ્તારોમાં પીવાના પાણી માટે રહીશોને રીતસરના વલખા મારવા પડતા હોવાની ફરીયાદો ઉઠી છે.

આ અંગે અનેક વખત રજુઆતો કરવા છતા ઉકેલ નહીં આવતા આ વિસ્તારની મહિલાઆમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. અને મહિલાઓના ટોળા ધ્રાંગધ્રા પાલિકા કચેરી ઉપર ધસી ગયા હતાં. જ્યાં દેકારો સાથે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને નગરપાલિકામાં ચીફ ઓફીસરની કચેરીમાં ધામા નાંખ્યા હતા.

ત્યારે ચીફ ઓફિસર હાજર ન હોવાથી મહિલાઓનું ટોળુ વોટર વર્કસ કચેરીએ ઘસી ગયુ હતુ. ત્યાં પણ કોઈ કર્મચારી હાજર ન હોવાથી મહિલાઓને રજૂઆત વગર પરત જવાની ફરજ પડતા વધુ આક્રોશ ફેલાયો હતો.