Not Set/ થાનગઢ પોલીસે આરોપીને બેરહેમી પુર્વક માર મારતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસે આરોપીને બેરહેમી પુર્વક માર મારતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો. જેમાં થાનગઢમાં પોલીસે આરોપીને માર માર્યોનો મામલે ક્ષત્રિય સમાજ દ્વારા ટોળા સાથે પોલિસ મથકે ધસી જઇ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો

Gujarat
10 1 થાનગઢ પોલીસે આરોપીને બેરહેમી પુર્વક માર મારતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસે આરોપીને બેરહેમી પુર્વક માર મારતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો. જેમાં થાનગઢમાં પોલીસે આરોપીને માર માર્યોનો મામલે ક્ષત્રિય સમાજ દ્વારા ટોળા સાથે પોલિસ મથકે ધસી જઇ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. થાનગઢ પોલીસ સ્ટેશનને ટોળાએ પીઆઇને લેખિત આવેદનપત્ર આપ્યું હતુ. અને બાદમાં આવેદનપરત્ર આપવા દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે સામે સામે જીભાજોડી થઈ હતી.

થાનગઢ પોલીસનું તાલિબાની કૃત્ય બહાર આવ્યું

થાનગઢ વિસ્તારની અંદર નાઈટ પેટ્રોલીંગ કરતા ખાસ બાતમીના આધારે વિદેશી દારૂ પકડવામાં આવ્યો હતો. જેમાં ખાસ બાતમીના આધારે પ્રેમજી કાણોતર ગયાની વાડીમાં વિદેશી દારૂ ઉતરતો હોવાની બાતમીના આધારે થાન પોલીસ પીઆઈ ગોરી સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ દરોડામાં થાન પોલિસે 96 પેટી દારૂ, કિંમત રૂ. 41,400નો મુદામાલ પકડાયો હતો.

જ્યારે ઘટના સ્થળેથી એક હકુભા ઝાલા ( તરણેતર )ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે થાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બીટ જમાદાર અરવિંદભાઈ જીવાભાઇ જાદવ અને કેવાભાઈ મગનભાઈ મકવાણા દ્વારા 100થી પણ વધારે પટ્ટા અને લાકડીના ફટકા દ્વારા આરોપીને તાલિબાન કૃત્ય દ્વારા માર મારવામાં આવ્યો હતો. અને જ્યારે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા ત્યારે જજની સામે હકુભાઇએ પોતાની વ્યથા રજૂ કરીને કહેવામાં આવ્યું હતુ કે, આ બે લોકો દ્વારા મને મારવામાં આવ્યો છે. અને વધુમાં રૂ.40 હજારના દારૂ સામે રૂ. 50 હજાર મારી પાસે લેવામાં આવ્યા છે.

ત્યારે નામદાર કોર્ટે તાત્કાલિક સરકારી દવાખાને રિપોર્ટ કરવા મોકલ્યા હતા. ત્યારે આવા અધિકારી સામે કડક હાથે પગલા લેવાની થાનગઢ ક્ષત્રિય સમાજના આગેવાન સત્યપાલસિંહ ઝાલા અને તરણેતરના સરપંચ અજુભા રાણા અને ક્ષત્રિય સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અને જો પોલીસ સામે પગલાં લેવામાં નહીં આવે તો આવતા દિવસોની અંદર ઉપવાસ ઉપર બેસવાની પણ આવશે એવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસે આરોપીને બેરહેમી પુર્વક માર મારતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો. જેમાં થાનગઢમાં પોલીસે આરોપીને માર માર્યોનો મામલે ક્ષત્રિય સમાજ દ્વારા ટોળા સાથે પોલિસ મથકે ધસી જઇ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. થાનગઢ પોલીસ સ્ટેશનને ટોળાએ પીઆઇને લેખિત આવેદનપત્ર આપ્યું હતુ. અને બાદમાં આવેદનપરત્ર આપવા દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે સામે સામે જીભાજોડી થઈ હતી.

થાનગઢ ક્ષત્રિય સમાજના પ્રમુખ ગિરનારસિંહ ઝાલા, તરણેતરના સરપંચ અજુબા રાણા, રાવરાણીના સરપંચ દિગુભા રાણા, લાખામાંથીના સરપંચ મયુરસિંહ ઝાલા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનોએ અને તમામ તાલુકાના ક્ષત્રિય સમાજ આગેવાનો ભેગા થઇને આજે મૌન રેલી કાઢીને પોલિસ તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. અને જો થાનગઢ પોલીસ સામે આકરા પગલાં લેવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવામાં આવશે એવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

સાથે આરોપ મૂકવામાં આવ્યો હતો કે, થાન પોલીસ દ્વારા અનેક આરોપીને આવી રીતે પોલીસ સ્ટેશનમાં મારવામાં આવે છે. અને ફુલેકુ કાઢવા માટે ધમકી મારવામાં આવે છે. એ નામે મોટો તોડ પણ કરવામાં આવે છે. ત્યારે આરોપીઓ સામે ડીવાયએસપી મુંધવા બહુ કડક છે એમ કહીને પોલીસ દ્વારા મોટો તોડ પણ કરવામાં આવે છે એવો સણસણતો આક્ષેપ પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો.