Video/ વડોદરામાં આઈટીએમ વોક્લ યુનિવર્સિટીના બસ ચાલકની બેકરકા, જુઓ આ વીડિયો

વડોદરા ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો શેર કર્યો છે.વડોદરા ટ્રાફિક પોલીસના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી વીડિયો શેર કરાયો છે.

Gujarat Vadodara
a 49 વડોદરામાં આઈટીએમ વોક્લ યુનિવર્સિટીના બસ ચાલકની બેકરકા, જુઓ આ વીડિયો

વડોદરામાં આઈટીએમ વોક્લ યુનિવર્સિટીના બસ ચાલકની બેકરકારી સામે આવી છે.  ડ્રાઈવર ફોન પર વાત કરતા કરતા બસ હંકારી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે.વડોદરા ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો શેર કર્યો છે.વડોદરા ટ્રાફિક પોલીસના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી વીડિયો શેર કરાયો છે.

ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ વડોદરામાં સિટી બસના બેદરકાર ડ્રાઈવરે રાહદારી યુવતીને કચડી નાખી હતી.જેમાં યુવતીનું મોત થયું હતુ. વડોદરા શહેરના સેન્ટ્રલ એસટી ડેપો પાસેના જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં સિટી બસની અડફેટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. આ ઘટનાના વાઇરલ થયેલા CCTV ફૂટેજમાં સિટી બસચાલક યુવતી માટે યમદૂત બનીને આવ્યો હોય હતો એ સ્પષ્ટ જણાય છે. આ કમકમાટીભર્યા બનાવમાં મોતને ભેટેલી યુવતી સુરતની છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધીને તેની અટકાયત કરી છે.

આ પણ વાંચો :ગુજરાતમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો ઉચકાશે, ચામડી દઝાડતી પડી શકે ગરમી

આ પણ વાંચો :સુરતમાં ત્રણ આપઘાતની ઘટના બની, કારણ જાણીને રહી જશો દંગ

આ પણ વાંચો :રક્ષા યુનિવર્સિટી દેશ માટે ઘરેણું છે : PM મોદી

આ પણ વાંચો : દહેગામમાં પીએમ મોદીની સુરક્ષામાં શું થઈ ચુક? સામે આવ્યો આ વીડિયો