Bharuch news/ ભરૂચ : ભાજપ તાલુકા લીગલ સેલ સમિતિનો સભ્ય સસ્પેન્ડ

ફરિયાદને પગલે સરકાર ભારતીના મહામંત્રી પદેથી પણ દૂર કરાયો હતો

Gujarat Others

Bharuch News : ભરૂચમાં ભાજપ તાલુકા લીગલ સેલ સમિતિના સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જેમાં નિરલ રમણ ઠાકોરને જિલ્લા પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. નિરલ ઠાકોર સામે મહિલા વકીલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આમ વકીલ આલમમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. જેમાં 55 વર્ષીય મહિલા વકીલે 35 વર્ષીય વકીલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ મહિલા વકીલ દ્વારા નોંધાવવામાં આવી છે. મહિલા વકીલ પર દુષ્કર્મની આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવને પગલે ભરૂચ તાલુકા લીગલ સેલ અને સક્રિય પદથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

ફરિયાદને પગલે સરકાર ભારતીના મહામંત્રી પદેથી પણ દૂર કરાયો હતો.જેમાં પ્રાંત અધિકારીને રિપોર્ટ કરાયો હોવાનું સુરેશ આહીરનું નિવેદન સામે આવ્યું છે. ઠાકોર સમાજ, રાજકીય પક્ષ, અન્ય સંસ્થાઓમાં પણ પદ ધરાવતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાઃ હરણી તળાવ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરોને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી

આ પણ વાંચો:વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી રિટ પિટિશન

આ પણ વાંચો:હરણી તળાવ દુર્ઘટના મામલે 18 સામે ગુનો નોંધાયો, હર્ષ સંઘવીએ આપ્યા કડક તપાસના આદેશ